લંડનઃ રિફોર્મ યુકે પાર્ટીના નેતા નાઇજલ ફરાજને ટિકટોક વીડિયોમાં મારી નાખવાની ધમકી આપનાર અફઘાન માઇગ્રન્ટને પાંચ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. 26 વર્ષીય ફયાઝ ખાન નાની હોડી દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યો હતો. ઓક્ટોબર 2024માં ટિક ટોક પર પોસ્ટ કરેલા વીડિયોમાં તેણે નાઇજલ ફરાજની હત્યાની ધમકી ઉચ્ચારી હતી.

