લંડનઃ પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ ગયા સપ્તાહમાં રશિયા સાથેની સરહદ પર તહેનાત નાટો દળોની મુલાકાતે ઇસ્ટોનિયા પહોંચ્યા હતા. તેમણે યુક્રેનિયનોની હિંમત અને સંઘર્ષની પ્રશંસા કરી હતી. પ્રિન્સ વિલિયમે ટાપા મિલિટરી બેઝ ખાતે તહેનાત બ્રિટિશ જવાનો સાથે મુલાકાત કરી હતી અને ઇસ્ટોનયાની સેના સાથે ચેલેન્જર ટુ ટેન્કની તાલીમ લીધી હતી.