નાના રોકાણકારો માટે ટેક્સ ફ્રી ઇન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમની જાહેરાત

યુકેની કંપનીઓ, શેરબજાર અને સરકારી બોન્ડમાં રોકાણ કરી શકાશે

Tuesday 12th March 2024 16:09 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે ટેક્સ ફ્રી બ્રિટિશ ઇન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમની જાહેરાત કરી હતી. યુકેની કંપનીઓમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા આ સ્કીમ શરૂ કરાશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, આ સ્કીમમાં યુકેની કંપનીઓ, સ્ટોક્સ અને ડેબ્ટ્સમાં 5000 પાઉન્ડ સુધીનું રોકાણ કરી શકાશે. આ રોકાણ દ્વારા થયેલા લાભ પર કોઇપણ પ્રકારનો કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં. આ પગલાથી નેટવેસ્ટ ગ્રુપમાં સરકારના 32 ટકા હિસ્સાના વેચાણમાં પણ મદદ મળી રહેશે.

હન્ટે જણાવ્યું હતું કે, નવી પેઢીના રિટેલ ઇન્વેસ્ટર્સને પબ્લિક માર્કેટમાં જોડવા માટે તકોનું સર્જન કરવાનો આ પ્રયાસ છે. યુકે સરકારની સેવિંગ્સ બેન્ક, એનએસએન્ડઆઇ બ્રિટિશ સેવિંગ્સ બોન્ડ પણ જારી કરશે જે 3 વર્ષ માટે યુકેના રોકાણકારોને ચોક્કસ વ્યાજદરે રિટર્ન આપશે. આ સ્કીમનો પ્રારંભ એપ્રિલ 2024થી કરાશે.

બ્રિટિશ આઇએસએ સ્કીમ દ્વારા પ્રવર્તમાન શેર યુકેના કસ્ટમર્સને ઉપલબ્ધ કરાવાશે. જેમાં એકાઉન્ટ હોલ્ડર્સ 20,000 પાઉન્ડ સુધીનું કરમુક્ત રોકાણ કરી શકશે. નવી સ્કીમમાં યુકે સરકારના બોન્ડમાં પણ ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, નવી સ્કીમથી બ્રિટિશ બચતકર્તાઓને આર્થિક વૃદ્ધિના સીધા લાભ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter