નિકટના પિતરાઇઓ વચ્ચે થતાં લગ્ન પર પ્રતિબંધ મૂકવાની માગ

આ પ્રકારના લગ્નથી ઉત્પન્ન થતાં બાળકોમાં જન્મજાત ખામીઓનું જોખમ વધુ રહે છે

Tuesday 17th December 2024 10:04 EST
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ મિનિસ્ટરે યુકેમાં નિકટના પિતરાઇઓ વચ્ચે થતા લગ્ન પર પ્રતિબંધ લાદવાની માગ કરી છે. સંસદમાં પ્રસ્તાવ રજૂ કરતાં રિચર્ડ હોલ્ડને જણાવ્યું હતું કે, જન્મજાત ખામીઓના કારણે નિકટના પિતરાઇઓના લગ્નને કારણે જન્મ લેતાં બાળકો માટે મોટું જોખમ સર્જાય છે. તેથી જાહેર આરોગ્યની સુરક્ષા માટે આ પ્રથાનો અંત લાવવો જોઇએ.

જોકે અપક્ષ સાંસદ ઇકબાલ મોહમ્મદે જણાવ્યું હતું કે, આ પ્રકારનો પ્રતિબંધ અસરકારક પૂરવાર થશે નહીં. તેના સ્થાને આ પ્રકારની સમસ્યાઓ માટે શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા જાગૃતિ લાવવી જોઇએ.

ડાઉનિંગ સ્ટ્રીટે આ મામલા પર જણાવ્યું હતું કે, નિકટના પિતરાઇઓ વચ્ચે થતાં લગ્નના કારણે બાળકો સામે રહેલા જોખમ અંગે સરકારે નિષ્ણાતોની સલાહ લીધી છે પરંતુ હાલ કાયદામાં બદલાવની સરકારની કોઇ યોજના નથી. કાયદાની વાત કરીએ તો હાલ સરકારની અન્ય ઘણી પ્રાથમિકતાઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter