નિકિતા ઠકરાર નેશનલ બિઝનેસ વિમેન્સ એવોર્ડના ફાઇનલિસ્ટ

Tuesday 28th November 2023 10:41 EST
 
 

લંડનઃ નેશનલ બિઝનેસ વિમેન્સ એવોર્ડ્સ 2023ના ફાઇનલિસ્ટ તરીકે સ્લોઘના બિઝનેસ ઓનર નિકિતા ઠકરારની પસંદગી કરાઇ છે. 15 નવેમ્બરે વેમ્બલીની હિલ્ટન હોટેલ ખાતે ગ્લેમરસ એવોર્ડ સેરેમનીમાં નિકિતા ઠકરારની ડીએનસી કંપનીને બેસ્ટ બિઝનેસની યાદીમાં નામાંકિત કરાઇ હતી. પોતાના સેક્ટરમાં નોંધપાત્ર યોગદાન માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને આ એવોર્ડથી સન્માનિત કરાય છે.

નિકિતા ઠકરારે 2005માં ડીએનસીની સ્થાપના કરી હતી અને 2011માં બર્કશાયરના સ્લોઘ ખાતે ડીએનસી સ્ટુડિયો શરૂ કર્યો હતો. આજે તેમના ત્યાં દર સપ્તાહે 100થી વધુ વિદ્યાર્થી ભારતીય ક્લાસિકલ કથક ડાન્સ અને યોગ શીખવા આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter