લંડનઃ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ૨૦૧૮ના ઓટમમાં સ્કોટિશ આઝાદી માટે બીજુ રેફરન્ડમ યોજવાનો સંકેત આપ્યો છે. સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા ગત વર્ષના બ્રેક્ઝિટ વોટ પછી સતત રેફરન્ડમની ધમકીઓ આરતાં રહ્યાં છે ત્યારે સ્કોટિશ ટોરી નેતા રુથ ડેવિડસને કહ્યું છે કે લોકોને બીજો જનમત જોઈતો નથી.અગાઉ, ૨૦૧૪માં લેવાયેલા જનમતમાં સ્કોટિશ લોકોએ યુકે સાથે રહેવાનો નિર્ણય દર્શાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે યુકેમાં બ્રેક્ઝિટ રેફરન્ડમ લેવાયો ત્યારે સ્કોટલેન્ડે ઈયુ સાથે રહેવાની ઈચ્છા મદર્શાવી હતી. સ્ટર્જને વારંવાર જણાવ્યું છે કે બાકીનો દેશ નીકળી જાય તો પણ સ્કોટલેન્ડ ઈયુ સિંગલ માર્કેટમાં રહી શકે તેવું બ્રેક્ઝિટ ડીલ આપવા માટે યુકે સરકારના હાથમાંથી સમય નીકળી નજઈ રહ્યો છે. બીબીસી ટુના કાર્યક્રમમાં તેમને પૂછાયેલાં પ્રશ્નમાં સ્ટર્જને સ્પષ્ટ કર્યું હતું કે યુકે માટે ઈયુમાંથી બહાર નીકળવાનું સ્પષ્ટ થશે તે સાથે સ્કોટલેન્ડ પોતાની પસંદગી કરી શકે છે. તેમણે આગામી વર્ષે રેફરન્ડમની શક્યતા નકારી ન હતી. જો આગામી ઓટમમાં રેફરન્ડમ યોજવું હોય તો તેના નવ મહિના અગાઉ જાહેરાત કરવી જરૂરી બને છે.
સ્કોટિશ ટોરી નેતા રુથ ડેવિડસને કહ્યું છે કે સ્કોટલેન્ડના લોકોને બીજો જનમત જોઈતો નથી અને SNP પાસે તેના માટે કોઈ જનાદેશ પણ નથી.


