નિયંત્રિત રૂટ દ્વારા રેફ્યુજી રિસેટલમેન્ટ યોજનાનો પુનઃપ્રારંભ

અફઘાન અને પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા અપાશે

Tuesday 29th September 2026 10:32 EDT
 
 

લંડનઃ સરકાર દ્વારા દેશની રેફ્યુજી રિસેટલમેન્ટ યોજના તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. યુદ્ધગ્રસ્ત દેશામાંથી ભાગી રહેલા લોકો માટે કાયદેસર રૂટ વિસ્તારવા અને ઇંગ્લિશ ચેનલ દ્વારા થતી જોખમી ઘૂસણખોરીને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવાયો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં પ્રવેશ મેળવનારા કુલ શરણાર્થીઓમાં અફઘાન મહિલાઓ, યુવતીઓ અને પેલેસ્ટિનિયનોનો હિસ્સો લગભગ ચોથા ભાગનો રહેશે. આ યોજના હેઠળ શરૂઆતમાં સેંકડો શરણાર્થીઓ આવે તેવી શક્યતા છે, જ્યારે ગેરકાયદેસર સ્થળાંતરમાં ઘટાડો થતાં આ સંખ્યા હજારો સુધી પહોંચી શકે છે. ડિસેમ્બર 2024માં આ યોજના હેઠળ નવા ઉમેદવારોની અરજીઓ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું.

યોજનાની પુનઃશરૂઆત સાથે સમુદાયો, યુનિવર્સિટીઓ અને રોજગારદાતાઓને આવરી લેતી ત્રણ નવતર સ્પોન્સરશિપ યોજનાઓ દાખલ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 2027થી શરણાર્થીઓનું આગમન શરૂ થવાની અપેક્ષા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter