લંડનઃ ભારતના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન સોમવારે સાંજે 6 દિવસની યુરોપ યાત્રા અંતર્ગત લંડન આવી પહોંચ્યા હતા. લંડન ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ હિથ્રો એરપોર્ટ ખાતે નિર્મલા સીતારામનનું સ્વાગત કર્યું હતું. 8 એપ્રિલથી 13 એપ્રિલ સુધીના આ સત્તાવાર પ્રવાસમાં સીતારામન યુકેમાં ઘણા કાર્યક્રમોમાં સામેલ થવાના છે. મંગળવારે લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે તેમણે વિચારગોષ્ટિમાં ભાગ લીધો હતો. બુધવારે ચાન્સેલર રેચલ રીવ્ઝ સાથે તેમની મુલાકાત યોજાવાની છે.