નિવૃત્ત થનારા સીનિયર ડોક્ટર્સને કામ ચાલુ રાખવા NHSની વિનંતી

Wednesday 18th May 2022 02:36 EDT
 
 

લંડનઃ કોવિડના સારવાર બેકલોગને સરભર કરવા NHS ભારે પ્રયાસ કરી રહેલ છે ત્યારે આ વર્ષે સપ્ટેમ્બરમાં 65થી વધુ વયના 21,000 સીનિયર ડોક્ટર્સ નિવૃત્ત થઈ રહ્યા છે. NHSના સ્ટાફમાં 110,000ની ભારે અછતને નિહાળતા હેલ્થ સત્તાવાળાએ નિવૃત્ત થનારા ડોક્ટર્સને હોસ્પિટલમાં કામ ચાલુ રાખવા અનુરોધ કર્યો છે. કેટલાક ડોક્ટર્સને ‘વર્ચ્યુઅલ વોર્ડસ’ પર ઘેર રહીને કામ કરવાની નોકરી પણ ઓફર થઈ શકે છે.

NHS Englandના બોસીસે હોસ્પિટલોના ટ્રસ્ટ્સને પત્ર પાઠવી વયોવૃદ્ધ ડોક્ટર્સને નિવૃત્તિમાંથી બહાર આવી કામે લાગવા તેમજ અન્ય ડોક્ટર્સ નિવૃત્ત નહિ થવાનું દબાણ કરવાનો અનુરોધ કર્યો છે. નિવૃત્ત થનારા ડોક્ટર્સને ઘરમાં રહી ‘વર્ચ્યુઅલ વોર્ડસ’ની દેખરેખ રાખવા અથવા પેશન્ટ્સને વીડિયો કન્સલ્ટેશન્સ આપવાના કાર્યની ઓફર થઈ શકે છે. હોસ્પિટલોને રિટાયર્ડ કન્સલ્ટન્ટ્સ જાતે પેશન્ટ્સની સારવાર કરવા તૈયાર ન હોય તો તેમના અનુભવનો લાભ યુવાન ડોક્ટર્સને તાલીમ આપવામાં કરાય તે જોવા જણાવાયું છે.

NHSના 6.2 મિલિયન પેશન્ટ્સનું વિક્રમી વેઈટિંગ લિસ્ટ છે. આરોગ્ય સંસ્થાને વર્કફોર્સની કટોકટી સતાવી રહી છે ત્યારે નવાં પગલાંનું પેકેજ વિચારાઈ રહ્યું છે. હોસ્પિટલના તમામ સ્ટાફને વધુ કલાક કામ કરવાનું પ્રોત્સાહન, સર્જન્સના પ્રતિ સપ્તાહ કામ કરવાની મર્યાદા ઉઠાવી લેવી, વેક્સિન વોલન્ટીઅર્સને લાંબી મુદતના ધોરણે કામે રાખવા તેમજ વોર્ડ્સમાં મેડકલ સ્ટુડન્ટ્સ દ્વારા દેખરેખ સહિતના પગલાં લેવામાં આવશે. દર વર્ષે આશરે 7500 સ્ટુડન્ટ્સ મેડિકલ સ્કૂલ્સમાંથી ગ્રેજ્યુએટ થાય છે અને બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના જણાવ્યા અનુસાર વધારાના 50,000 ડોક્ટર્સની જરૂર છે. ઈંગ્લેન્ડમાં 128,016 જેટલા ફૂલટાઈમ હોસ્પિટલ ડોક્ટર્સ અને 35,988 GPકામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter