નિવૃત્ત લોકોને પેન્શનની બચતો સામે ફૂગાવા અને અસ્થિર માર્કેટ્સનું જોખમ

Wednesday 22nd June 2022 03:05 EDT
 

લંડનઃ બજારોની પડતી અને વધતા ફૂગાવાના જોખમી મિશ્રણથી હજારો નિવૃત્ત લોકોને પેન્શનની આવકની બચતો વહેલી ગુમાવવાનો વારો આવે છે અને નિવૃત્તિ પછીના સ્વપ્નાઓ સાકાર કરી શકાતાં નથી. વધતા ફૂગાવાના કારણ–ે પેન્શનરોએ તેમની પેન્શન બચતોમાંથી નાણા ઉપાડવાની ફરજ પડે છે. યુકેમાં આ વર્ષે ફુગાવો વધીને 10 ટકા થવાની આગાહી કરાઈ છે. બીજી તરફ, યુક્રેનયુદ્ધ અને વ્યાજદરોમાં વધારાથી વિશ્વના શેરબજારોમાં પણ 10 ટકા જેટલું ધોવાણ થયું છે.

આ વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં 60 વર્ષથી વધુ વયના લોકોએ ગત ચાર વર્ષની સરખામણીએ તેમની પેન્શન બચતોમાંથી વધુ 8 ટકા નાણા ઉપાડ્યા હતા. તેમનો માસિક ઉપાડ 1900 પાઉન્ડને વટાવી ગયો હતો. રોકાણોનું મૂલ્ય ઘટી રહ્યું હોય ત્યારે વધુ નાણનો ઉપાડ બચતોને કાયમી નુકસાન કરે છે અને ઈન્વેસ્ટર્સને તેમની પાછલી જિંદગી માટે ઓછું વળતર મળે છે.

ઈન્ટરેક્ટિવ ઈન્વેસ્ટરની ગણતરી અનુસાર 300,000 પાઉન્ડનું પેન્શન પોટ ધરાવતી 65થી વધુ વયની વ્યક્તિ સ્ટોક માર્કેટમાં 10 ટકાના ધોવાણની સ્થિતિમાં તેમના ઉપાડમાં માત્ર 8 ટકાનો વધારો કરે તો તેણે 30,000 પાઉન્ડ ગુમાવવા પડે છે. આનો અર્થ એ છે કે બજારો એક વર્ષ પછી રિકવર થશે અને વાર્ષિક 3 ટકાના દરે વધશે તેમજ ટેક્સફ્રી રકમ 25 ટકા જેટલી રહેશે તેવી ધારણા રાખીએ તો તે વ્યક્તિની બચતો 75 વર્ષના બદલે 73 વર્ષની વયે જ ખલાસ થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter