લીબડેમના ભૂતપુર્વ નેતા અને બ્રિટનના ભૂતપુર્વ નાયબ વડાપ્રધાન નીક ક્લેગ પોતાની વકૃત્વ શક્તિનો ઉપયોગ મોટા સમારોહમાં ડીનર પછીના ભાષણ કરી કમાણી કરવામાં કરે છે. જી હા, તેઅો ડીનર પછીના ભાષણ માટે £૩૫,૦૦૦ વસુલ કરે છે. તાજેતરમાં જ તેમણે 'લીડીંગ અોથોરીટીઝ' સાથે જોડાણ કર્યું હતું અને હવે તેમનો સમાવેશ અન્ય વક્તાઅો સાથેની યાદીમાં થાય છે. દેશના સૌથી મહત્વના બીજા નંબરનું પદ ધરાવતા હતા તેમજ પાંચ ભાષાઅો જાણતા હોવાનો લાભ તેમને હવે કમાણી કરવામાં મદદરૂપ થાય છે. ગત સામાન્ય ચૂંટણીઅોમાં પક્ષની ૫૬ બેઠકોમાંથી લીબ ડેમ તેમની આગેવાની હેઠળ ૪૮ બેઠકો હાર્યું હતું.