લંડનઃ નામદાર કિંગ ચાર્લ્સ તૃતીયના કતાર ખાતેના રાજદૂત તરીકે નીરવ પટેલની નિયુક્તિ કરાઇ છે. તેઓ જોનાથાન વિલ્ક્સ સીએમજીના સ્થાને નિયુક્ત કરાયાં છે. જોનાથાન વિલ્ક્સ રાજદ્વારી સેવાઓમાંથી નિવૃત્ત થઇ રહ્યાં હોવાથી નીરવ પટેલ ફેબ્રુઆરી 2024થી આ હોદ્દો સંભાળશે.
નીરવ પટેલ કેબિનેટ ઓફિસમાં જોઇન્ટ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશનમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે પહેલાં તેઓ તેલ અવીવ ખાતે ચાર્જ ડ અફેર્સ, કેરો ખાતે ડેપ્યુટી હેડ મિશન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે.


