નીરવ મોદીને લંડનની એકમાત્ર પ્રાઇવેટ જેલ થેમસાઇડમાં ખસેડાયો

વેન્ડ્સવર્થ જેલમાંથી આતંકી ભાગી ગયા બાદ સાવચેતીના ભાગરૂપે 40 કેદી ખસેડાયાં

Tuesday 26th September 2023 14:56 EDT
 
 

લંડનઃભારતમાં બેન્ક સાથે ફ્રોડ અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદીને યુકેની સૌથી મોટી અને ભરચક જેલો પૈકીની એકમાંથી લંડનમાં પ્રાઇવેટ જેલમાં તબદિલ કરાયો છે. કોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, નીરવ મોદીને વેન્ડ્સવર્થની જેલમાંથી થેમસાઇડ જેલમાં મોકલી અપાયો છે. સાઉથ-વેસ્ટ લંડનમાં વેન્ડ્સવર્થ જેલમાંથી એક શંકાસ્પદ આતંકવાદી ફરાર થયાની ઘટના બાદ નીરવ મોદીને અન્ય જેલમાં મોકલી અપાયો છે. યુકેના જસ્ટિસ સેક્રેટરી એલેક્સ ચાકે જણાવ્યું હતું કે, ડેનિયલ ખલિફેની ફરાર થવાની ઘટના બાદ 40 કેદીઓને અન્ય જેલોમાં ખસેડાયાં છે. નીરવ મોદીને માર્ચ 2019થી આ જેલમાં રખાયો હતો.

થેમસાઇડ જેલને લંડનની એકમાત્ર પ્રાઇવેટ જેલ ગણવામાં આવે છે. આ જેલમાં 1232 કેદી રાખવાની ક્ષમતા છે. આ જેલનું સંચાલન સર્કો કંપની દ્વારા કરાય છે. નીરવ મોદીને આ જેલમાં અગાઉની જેલમાં મળતી કેટેગરી બીની સુવિધા જ ઉપલબ્ધ કરાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter