નેટ ઝીરો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે ભારત અને યુકેની સંયુક્ત પહેલ

બેંગલુરૂમાં ઇનોવેટિંગ ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ એનર્જી સિસ્ટમનો પ્રારંભ

Tuesday 09th May 2023 13:22 EDT
 
 

લંડન

નેટ ઝીરો ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પરિવર્તિત થવાની દિશામાં આગળ વધવા માટે ભારત અને યુકેએ સંયુક્ત પ્રયાસનો પ્રારંભ કર્યો છે. ભારતના બેંગલુરૂમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ ખાતે ઇનોવેટિંગ ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ એનર્જી સિસ્ટમ (ITES)નો પ્રારંભ કરાયો છે. આ સિસ્ટમ દ્વારા ભારત અને યુકેમાં લોકો અને માલસામાનની હેરફેર માટે વધુ પર્યાવરણલક્ષી, ઝડપી અને વ્યાજબી વિકલ્પો શોધવામાં આવશે. આ પ્રયાસને ભારત અને યુકેની સરકારો દ્વારા સમર્થન હાંસલ છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના જણાવ્યા અનુસાર યુકે અને ભારતના સાયન્સ મિનિસ્ટરો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરાયા બાદ આ સાહસની જાહેરાત કરાઇ હતી. આ સંયુક્ત પ્રયાસના કારણે પહેલીવાર બંને દેશના સંશોધકો, ઔદ્યોગિક અગ્રણીઓ, રિસર્ચર, પોલિસી મેકર્સ અને ઇન્વેસ્ટર્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમના કાર્બન ઉત્સર્જનના પડકારોનો ઉકેલ લાવવા અને ઇલેક્ટ્રિક વાહનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એકસાથે મળીને કામ કરશે.

આ સંયુક્ત પ્રયાસનો હેતૂ ઝીરો એમિશન વાહનો સહિતના પ્રેકટિકલ પ્રોબ્લેમનો ઉકેલ લાવવ સહિતની પ્રવૃત્તિઓમાં જાહેર, ખાનગી અને થર્ડ સેક્ટરના પાર્ટનર અને સ્પોન્સર્સને આકર્ષવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter