નેટ ઝીરો પાર્કિંગ ચાર્જિસના કારણે નાહકના દંડાતા વાહનચાલકો

કાઉન્સિલો દ્વારા વસૂલાતા અન્યાયી ચાર્જનો મોટરિંગ સંગઠનો દ્વારા વિરોધ

Wednesday 03rd January 2024 08:46 EST
 

લંડનઃ નેટ ઝીરો ચાર્જિસ દેશભરમાં અમલી બનવાના કારણે વાહન ચાલકોને તેમના વાહનો પાર્ક કરવા માટે દર વર્ષે સેંકડો પાઉન્ડ વધારાના ચૂકવવા પડી રહ્યાં છે. દર સાતમાંથી એક કાઉન્સિલ વાહન દ્વારા ફેલાવાતા પ્રદૂષણના આધારે પાર્કિંગ ચાર્જની વસૂલાત કરવામાં આવી રહી છે જેના કારણે વધુ પ્રદૂષણ ફેલાવતા વાહન માટે વધુ ફી ચૂકવવી પડે છે.

ગયા વર્ષે કેટલીક કાઉન્સિલે પેટ્રોલ કાર માટેના પાર્કિંગ ચાર્જ 3 ગણા કરી દીધાં છે. કેટલાક વાહનચાલકોએ એક વર્ષની પરમિટ માટે આ વર્ષે વધારાના 110 પાઉન્ડ ચૂકવવા પડશે. 18 જેટલી કાઉન્સિલ ડીઝલ વાહનો માટે અલગ ચાર્જ વસૂલી રહી છે. કાઉન્સિલોની દલીલ છે કે હવાની ગુણવત્તા સુધારવા આ પ્રકારના સરચાર્જની જરૂર છે જેથી લોકો વધુ સારા પરિવહન માધ્યમોનો ઉપયોગ કરે.

જોકે મોટરિંગ સંગઠનો આ ચાર્જિસનો વિરોધ કરી રહ્યાં છે. એએના પ્રવક્તા લૂક બોડસેટે જણાવ્યું હતું કે આ પ્રકારના ચાર્જ મોટા વાહનની જરૂરીયાત ધરાવતા પરિવારો સાથે ભેદભાવ કરે છે. ઓછી આવક ધરાવતા પરિવારો નવા ઓછું પ્રદૂષણ ફેલાવતા વાહન ખરીદી શક્તાં નથી તેમના માટે પણ આ પ્રકારના ચાર્જ સજારૂપ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter