નેટવેસ્ટ બેન્કે દેશભરમાં 47 શાખાને તાળા માર્યાં

Wednesday 19th October 2022 04:57 EDT
 
 

લંડન

બેંકિંગ સેવાઓ ઓનલાઇન કરવાની પ્રક્રિયા અંતર્ગત નેટવેસ્ટ બેન્કે તેની 43 શાખાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એડિનબરો, ગ્લાસગો અને આબેરદીન સહિત સ્કોટલેન્ડમાં પણ ઘણી શાખાઓ બંધ કરાઇ છે. બ્રિટનની બીજી સૌથી મોટી બેન્કે જણાવ્યું છે કે તેની મોટાભાગની રિટેલ બેંકિંગ સેવાઓ હવે ડિજિટલ કરી દેવાઇ છે જે ઝડપી અને સુરક્ષિત છે. શાખાઓ બંધ થવાના કારણે ફક્ત 6 કર્મચારીઓને પાણીચું અપાયું છે જ્યારે અન્ય કર્મચારીઓને અન્ય શાખાઓમાં ટ્રાન્સફર કરાયાં છે. બેંક ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે જાતે સંપર્ક કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter