નેપાળમાં જળપ્રકોપઃ સેંકડો જિંદગી હોમાઇ

1,010થી વધુના મોત, 4,000થી વધુ ગૂમ, 11,800ને બચાવાયાઃ કૈલાશ-માનસરોવરની પવિત્ર યાત્રાએ પહોંચેલા 33 બ્રિટિશ અને 85 અમેરિકન હિન્દુ લાપતા

Tuesday 01st September 2026 11:41 EDT
 
 

લંડનઃ નેપાળના લાંગટાંગ નેશનલ પાર્ક વિસ્તારમાં 26 ઓગસ્ટ 2026ના રોજ ગ્લેશિયર ધસી પડવાને કારણે અત્યંત વિનાશક કાટમાળ સાથે લેન્દે ખોલા અને ત્રિશૂલી ખોલા નદીઓમાં પ્રચંડ પૂર આવતાં ભારે વિનાશ વેરાયો હતો. આ કુદરતી પ્રકોપમાં 1,010 જિંદગી હોમાઇ ચૂકી છે અને લગભગ 4,000 લોકો હજુ લાપત્તા છે. રાહત અને બચાવકર્મીઓ દ્વારા અત્યાર સુધીમાં 11,800 લોકોને બચાવી લેવાયાં છે.

નેપાળના ભયાનક જળપ્રલયમાં સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર લાપતા બનેલામાં 33 બ્રિટિશ નાગરિકો સામેલ છે જ્યારે ચીનના સ્ટેટ મીડિયાના અહેવાલ અનુસાર કુલ 261 લાપતા વિદેશી નાગરિકોમાં 15 બ્રિટિશ નાગરિકનો સમાવેશ થાય છે. છેલ્લે પ્રાપ્ત થયેલા અહેવાલો અનુસાર બચાવી લેવાયેલા 315 વિદેશી નાગરિકોમાં એકપણ બ્રિટિશ નાગરિક નથી.

હિન્દુઓમાં કૈલાશ અને માનસરોવરની યાત્રા ઘણી પવિત્ર મનાય છે અને વિશ્વમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓ આ પવિત્ર યાત્રા માટે તિબેટ પહોંચે છે. અમેરિકાથી પણ મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુ આ યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતા. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટ્ટના જણાવ્યા અનુસાર 85 અમેરિકન નાગરિકો લાપતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter