લંડનઃ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO) યુકેના પ્રેસિડેન્ટ, એક્ઝિક્યુટિવ કમિટી, ચેરમેન ઓફ પેટ્રન્સ કાઉન્સિલ અને એડવાઈઝરી કમિટી દ્વારા યુકેમાં રહેતા તમામ ગુજરાતી/હિંદુઓને દિવાળી અને સમૃદ્ધ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી છે.
NCGO યુકેમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે જે ગુજરાતી સંસ્થાઓ હજુ સુધી NCGOની સભ્ય બની નથી તે તમામને નવા પ્રેસિડેન્ટ સી. જે. રાભેરુ અને એક્ઝિક્યુટિવ કમિટી, ચેરમેન સી બી પટેલ – પેટ્રન્સ કાઉન્સિલ અને કાંતિ નાગડા - એડવાઈઝરી કમિટીએ NCGOમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
NCGOના વર્તમાન સભ્યોને તેમની સંસ્થાની છેલ્લામાં છેલ્લી વિગતો નોંધાવવા વિનંતી છે જેથી NCGO જે તે સંસ્થાના સંબંધિત હોદ્દેદારો સાથે સંપર્કમાં રહી શકે. તે અંગેના ઈમેલ સેક્રેટરી અનિતા રૂપારેલિયાને [email protected] પર મોકલી આપવા સંસ્થાઓએ વિનંતી છે.
NCGOની વેબસાઈટ www.ukncgo.orgને નિયમિતપણે અપડેટ કરવામાં આવશે. ગુજરાતી કોમ્યુનિટીનો સહયોગ ખૂબ મહત્ત્વનો હોવાનું જણાવીને NCGOની ભાવિ પ્રવૃત્તિઓ માટે તેમને વેબસાઈટની વિઝીટ કરવા અપીલ કરાઈ હતી.
આ ઉપરાંત, યુકેમાં વસતા ગુજરાતીઓને લગતી સમસ્યાઓની માહિતી NCGOને પહોંચાડવા માટે ગુજરાતી સમુદાય અને સંસ્થાઓને અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી NCGO તે મુદ્દાઓને સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે સરકાર સમક્ષ ઉઠાવી શકે.
NCGOએ અતિ મહત્ત્વના પ્રશ્રો ઉઠાવવા માટેના પોતાના અભિયાનોમાં મદદરૂપ થવા ગુજરાતી કોમ્યુનિટીના તમામ સભ્યોનો સહયોગ માંગ્યો છે. NCGOએ વર્ષ ૨૦૧૭માં યોજાનારા તમામ સેમિનાર/કોન્ફરન્સમાં ભાગ લેવા ગુજરાતી કોમ્યુનિટી અને સંસ્થાઓને અપીલ કરી હતી.
ગુજરાતી કોમ્યુનિટીએ અવાજ ઉઠાવવાની જરૂર છે જેથી તે સત્તાના ગલિયારામાં સંભળાય. ટાસ્ક કમિટીઓના નેતૃત્વ માટે સમર્થ વ્યક્તિઓની જરૂર હોવાનું જણાવીને NCGOએ તેના અભિયાનોનો હિસ્સો બનવાની ક્ષમતા અને દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિઓને નેતૃત્વ સંભાળવા અથવા ઉદ્દેશ હાંસલ કરવા માટેની લડતને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
NCGO દ્વારા શનિવાર તા.૩-૧૨-૨૦૧૬ના રોજ લાઈવ મ્યુઝિક તથા શુદ્ધ શાકાહારી સ્ટાર્ટર્સ અને બુફે ડિનર સાથે દિવાળી અને ક્રિસમસ ધમાકા પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં સહયોગ આપવા NCGO દ્વારા સૌને વિનંતી કરવામાં આવી છે.
ટિકિટ માટે એક્ઝિક્યુટિવ કમિટીના કોઈપણ સભ્યનો સંપર્ક સાધી શકાશે.
ટિકિટ માટે સંપર્ક. 07956 922 172
સી. જે. રાભેરુ - પ્રેસિડેન્ટ, સી. બી. પટેલ – ચેરમેન પેટ્રન્સ કાઉન્સિલ,
પી. અમીન– વાઈસ પ્રેસિડેન્ટ, કાંતિભાઈ નાગડા અને લાલુભાઈ પારેખ– એડવાઈઝરી કાઉન્સિલ
એ. રૂપારેલિયા - સેક્રેટરી, જી. પી. દેસાઈ – ટ્રેઝરર, એસ. દેસાઈ – આસિ. ટ્રેઝરર
જે. પટેલ – પી આર ઓ, કમિટીઃ એન. ઘીવાલા, વીમ ઓડેદરા, એમ. જાડેજા, જી એમ પટેલ,
કે. પુજારા, એસ .પરીખ – પૂર્વ પ્રેસિડેન્ટ.

