લંડનઃ સિનોટેફ ખાતે રવિવારે નેશનલ સર્વિસ ઓફ રિમેમ્બરન્સનું આયોજન કરાયું હતું જેમાં રાજવી પરિવારના સભ્યો, રાજકીય અગ્રણીઓ અને 10,000થી વધુ વોર વેટરન્સે ભાગ લીધો હતો. આ પ્રસંગે યોજાયેલી માર્ચમાં સતત બીજા વર્ષે અફઘાન વેટરન્સ કોમ્યુનિટી પણ સામેલ થઇ હતી. પરેડના પ્રારંભ પહેલાં ગયા વર્ષે રોયલ બ્રિટિશ લિજિયનના પેટ્રન બનેલા કિંગ ચાર્લ્સે બે મિનિટનું રાષ્ટ્રવ્યાપી મૌન પળાવ્યું હતું. કિંગ્સ ટ્રુપ રોયલ હોર્સ આર્ટિલરીના ગન ફાયરની સાથે મૌનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે કિંગ ચાર્લ્સે 41 પોપી પેટલ્સ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


