નેહરુ સેન્ટર ખાતે ભારતની સમૃદ્ધ હસ્તકળાના વારસાની ઉજવણી કરાઇ

Tuesday 11th August 2026 11:10 EDT
 
 

લંડનઃ લંડન સ્થિત નેહરુ સેન્ટર ખાતે ભારતના સમૃદ્ધ હસ્તકળા અને હાથવણાટ વારસાની ઉજવણી કરવા માટે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પાયરિંગ ઇન્ડિયન વુમનના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બ્રિટન સ્થિત રાજદ્વારીઓ, સંસ્કૃતિ પ્રેમીઓ અને ભારતીય સમુદાયના અગ્રણી સભ્યો એકત્રિત થયા હતા.

કાર્યક્રમ દરમિયાન બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળની જમદાની ઉપરાંત આસામ, ગોવા, પંજાબ, મહારાષ્ટ્રની પૈઠણી, ઓડિશાની ઇકત તેમજ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળના પરંપરાગત વણાટ કામ અને કાપડ વારસાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લંડન સ્થિત ભારતીય હાઇકમિશને પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે આ હાથશાળ પરંપરા માત્ર કળા નથી પરંતુ ગ્રામીણ સશક્તિકરણ, મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ અને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter