નોકરીઓમાં બ્રિટિશરોને પ્રાથમિકતા આપવાનો નિયમ બનાવવા લેબરની વિચારણા

વિદેશી કામદારોની ભરતીના 28 દિવસ પહેલાં કંપનીઓએ બ્રિટિશ કામદારો માટે જાહેરાત આપવી પડશે

Tuesday 25th June 2024 11:38 EDT
 

લંડનઃ 4 જુલાઇએ યોજાનારી ચૂંટણીમાં વિજેતા બનશે તો નેટ માઇગ્રેશન ઘટાડવાના ભાગરૂપે લેબર પાર્ટી બ્રિટનમાં નોકરીઓ માટે બ્રિટિશરોને પ્રાથમિકતા આપવાના નિયમો અમલી બનાવવા વિચારણા કરી રહી છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્કીલ્ડ વર્ક માટે વિદેશી કામદારો લાવવા માટે પરવાનગી આપતાં પહેલાં યુકેમાં કંપનીઓ માટે સૌથી પહેલા સ્થાનિક કામદારોની ભરતી ફરજિયાત બનાવવાના પ્રસ્તાવની સમીક્ષા પાર્ટી કરી રહી છે.

પ્રસ્તાવિત નિયમો અનુસાર બ્રિટિશ કંપનીઓએ વિદેશી કામદારોની ભરતી પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં 28 દિવસ અગાઉ બ્રિટિશ કામદારોની ભરતી માટે જાહેરાતો આપવી પડશે. જો કંપનીઓ બ્રિટિશ કામદારોની ભરતી માટે પ્રયાસ કર્યો હોવાનું પૂરવાર કરવામાં નિષ્ફળ જશે તો તેમને વિદેશી કામદારોની ભરતી કરવા દેવાશે નહીં.

2019 સુધી બ્રિટિશ કામદારોની ભરતીનો નિયમ અમલમાં હતો પરંતુ સ્કીલ્ડ વર્કર્સ માટે પોઇન્ટ સિસ્ટમમાં બદલાવ કરવાના ભાગરૂપે બોરિસ જ્હોન્સને આ નિયમ રદ કરી નાખ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter