નોટિંગહામ ટ્રસ્ટને બાળકોના મૃત્યુ મુદ્દે ક્રિમિનિલ કાર્યવાહીની ચેતવણી

Wednesday 07th July 2021 05:46 EDT
 

લંડનઃ NHS વોચડોગ કેર ક્વોલિટી કમિશને (CQC)યુકેની મોટી હોસ્પિટલોમાં એક ગણાતી નોટિંગહામ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટને માતાઓ અને બાળકોને યોગ્ય સારસંભાળ પૂરી પાડવામાં નિષ્ફળતા બદલ ક્રિમિનિલ પ્રોસીક્યુશનની ચેતવણી આપી છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં બાળકી વિન્ટર એન્ડ્રુઝના મોતના પગલે આ ચેતવણી અપાઈ છે. આ ટ્રસ્ટની ૭૦થી વધુ મિડવાઈવ્ઝ અને ડોક્ટર્સને રેગ્યુલેટર્સને રિફર કરાયા હોવાનું મનાય છે.

માતા કે બાળકોના મોત અથવા નિવારી શકાય તેવી નુકસાનકારી ઘટનાઓ મુદ્દે પેરન્ટ્સ અને પરિવારો સાથે ખુલ્લાપણું અને પારદર્શિતા નહિ દાખવવાનો અપરાધ ટ્રસ્ટ દ્વારા કરાયો હોય તેની તપાસ પણ વોચડોગે હાથ ધરી છે. તાજેતરના વર્ષોમાં બેદરકારીના કારણે નોટિંગહામ ટ્રસ્ટ ખાતે સંખ્યાબંધ બાળકોના મોત થયાં છે જેમાં, વિલંબ અને નબળી દેખરેખની કારણે મગજને કાયમી નુકસાન પહોંચ્યું હોય કેવા ૪૬ બાળકોનો સમાવેશ પણ થાય છે.

મેટરનિટી સ્ટાફ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૯માં સિઝેરિયન ઓપરેશન પછી જન્મેલી બાળકી વિન્ટર એન્ડ્રુઝની સંભાળમાં ગંભીર ખામીના કારણે તે ઓક્સિજનની અછતનો શિકાર બની હતી. કોરોનરે ગયા વર્ષે ચુકાદો આપ્યો હતો કે જો વેળાસર પગલાં લેવાયા હોત તો બાળકી બચી શકી હોત. કોરોનરે ટ્રસ્ટમાં અસુરક્ષિત વાતાવરણની આકરી ટીકા કરી હતી. ગયા મહિને CQC પ્રોસીક્યુશનમાં ૨૦૧૭માં હેરી રિચફોર્ડના નિવારી શકાય તેવા મૃત્યુના પગલે ઈસ્ટ કેન્ટ હોસ્પિટલ્સ યુનિવર્સિટી ટ્રસ્ટને ૭૬૧,૦૦૦ પાઉન્ડનો વિક્રમી દંડ ફટકારાયો હતો.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter