નોન ડોમ ટેક્સ ઇમ્પેક્ટઃ એક વર્ષમાં 4,400 બિઝનેસ ડિરેક્ટરોએ બ્રિટન છોડ્યો

2024માં બ્રિટને 10,800 મિલિયોનર્સ ગુમાવ્યાં

Tuesday 17th June 2025 12:33 EDT
 
 

લંડનઃ કંપની ફાઇલિંગ્સની સમીક્ષા પરથી જાણવા મળ્યું છે કે નોન ડોમ ટેક્સ માળખામાં બદલાવના કારણ યુકે છોડી જનારા બિઝનેસ લીડર્સની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં 4400 જેટલા ડિરેક્ટર્સ યુકે છોડીને ચાલ્યા ગયાં છે. સૌથી વધુ પલાયન ફાઇનાન્સ, ઇન્શ્યુરન્સ અને પ્રોપર્ટી સેક્ટરના બિઝનેસ લીડર્સમાં જોવા મળી રહ્યું છે.

ફોરેન ઇન્વેસ્ટર્સ ફોર બ્રિટન ગ્રુપનું માનવું છે કે યુકેમાં 74000 લોકો નોન ડોમ સ્ટેટસ ધરાવતા હતા તેમાંથી 12000 કરતાં વધુ દેશ છોડીને ચાલ્યા ગયા છે અને અન્યો આગામી મહિનાઓમાં અન્ય દેશોમાં સ્થળાંતર કરી જવા વિચારણા કરી રહ્યાં છે.

ન્યૂ વર્લ્ડ વર્થના એક અંદાજ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 10,800 મિલિયોનર્સ યુકે છોડીને ચાલ્યા ગયાં છે જે 2023ની સરખામણીમાં 157 ટકાનો વધારો દર્શાવે છે. તેમના માટે યુએઇ ફેવરિટ લોકેશન બની રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter