લંડનઃ ભારતના સૌથી અમીર પરિવારો પૈકીના એકના વારસ અને યુકેની ટેલિકોમ્યુનિકેશન જાયન્ટ બીટી ગ્રુપના ટોચના શેર હોલ્ડર શ્રવિન ભારતી મિત્તલે યુકેને અલવિદા કહેતાં યુએઇને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. સ્ટાર્મર સરકારે અમીરો પર લાદેલા ભારે કરવેરાના કારણે હજારોની સંખ્યામાં મિલિયોનર્સ પોતાના સરનામા બદલી રહ્યાં છે.
શ્રવિન ભારતી મિત્તલનો પરિવાર બ્રિટનની સૌથી મોટી મોબાઇલ અને બ્રોડબેન્ડ કંપનીઓમાં 24.5 ટકાની હિસ્સેદારી ધરાવે છે. લેબર સરકારે નોન ડોમિસાઇલ્ડ રેસિડેન્ટ્સ પર ભારે કરવેરા લાગુ કર્યા બાદ યુકેમાં સરનામુ ધરાવતા વિદેશી અમીરો દેશને અલવિદા કહી રહ્યાં છે.