નોન રેસિડેન્ટ્સના ચોક્કસ પ્રકારના બિઝનેસને મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સમાંથી મુક્તિ

Tuesday 03rd February 2026 08:50 EST
 

લંડનઃ ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમને તેમના વર્ષ 2026 માટેના કેન્દ્રીય બજેટમાં નોન રેસિડેન્ટ્સના ચોક્કસ બિઝનેસને મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં ચોક્કસ વિદેશી કંપનીઓને મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. ઇન્કમટેક્સના સેક્શન 61 અંતર્ગત પ્રિઝમ્પ્ટિવ રેટ ઓફ ટેક્સનો વિકલ્પ અપનાવનાર ચોક્કસ બિઝનેસમાંથી થતી નોન-રેસિડેન્ટ્સની આવકને પણ હવે બાકાત કરી દેવાઇ છે.

પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશનનો વિકલ્પ અપનાવનાર નોન રેસિડેન્ટ્સના અલગ અલગ ચોક્કસ બિઝનેસને પણ સમાન સુવિધા સુનિશ્ચિત કરવા માટે સીતારમને બે પ્રકારના ચોક્કસ બિઝનેસને પણ મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સમાંથી મુક્તિ આપી છે જેમાં ક્રુઝ શિપ ઓપરેશન્સ અને ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે ભારતીય કંપનીને સર્વિસ અથવા ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવી સામેલ કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter