નોરફોલ્કમાં અસાયલમ સીકર્સના મકાનો પર તોફાની ટોળાનો હુમલો

Tuesday 11th August 2026 11:04 EDT
 
 

લંડનઃ નોરફોલ્કના થેટફોર્ડ વિસ્તારમાં અસાયલમ સીકર્સ માટેના સંભવિત મકાનોને આશરે 100 લોકોના તોફાની ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા બાદ પોલીસે પાંચ પુરુષોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. નજીકના આરએએફ બારનહામ બેઝનો ઉપયોગ 1000 જેટલા માઇગ્રન્ટ્સને રાખવાની સરકારની દરખાસ્તના પગલે આ ઐતિહાસિક શહેરમાં ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે.

તોફાનીઓ દ્વારા મકાનોની બારીઓ તોડી પાડવામાં આવી હતી અને મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસ ટીમો સાથેની અથડામણમાં બે અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક સંસદસભ્ય ટેરી જર્મીએ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતા હિંસાને અસ્વીકાર્ય ગણાવી હતી. આ મામલે પોલીસે સાર્વજનિક ઉપદ્રવના આરોપસર ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter