નોર્ધન આયર્લેન્ડમાં રેસિસ્ટ હેટક્રાઇમ ચરમસીમા પર

સરકાર રેસિઝમ સામે નવી વ્યૂહરચના અપનાવેઃ એમનેસ્ટી ઇન્ટરનેશનલ

Tuesday 02nd September 2025 12:35 EDT
 
 

લંડનઃ નોર્ધન આયર્લેન્ડમાં રેસિસ્ટ નફરતના અપરાધો ચરમસીમા પર પહોંચ્યા છે. પોલીસ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર 1 જુલાઇ 2024થી 30 જૂન 2025 વચ્ચે રેસિસ્ટ નફરતની 2049 ઘટના અને 1329 અપરાધ નોંધાયાં હતાં. 2004-05થી આંકડા એકઠા કરવાની શરૂઆત બાદ આ સૌથી ઊંચા આંકડા છે. 2024-25માં રેસિસ્ટ નફરતના અપરાધોની સંખ્યામાં અગાઉના વર્ષ કરતાં 646નો વધારો થયો હતો.

માસિક આંકડાની વાત કરીએ તો ઓગસ્ટ 2024માં રેસિસ્ટ નફરતની 349 ઘટના નોંધાઇ હતી. જે છેલ્લા 20 વર્ષમાં એક માસમાં નોંધાયેલી સૌથી વધુ ઘટના હતી. જૂન 2025માં આ પ્રકારની 345 ઘટના નોંધાઇ હતી. 50 ટકાથી વધુ રેસિસ્ટ ઘટનાઓ બેલફાસ્ટ અને આસપાસના વિસ્તારમાં નોંધાઇ રહી છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલે છેલ્લા 12 મહિનાને ધ યર ઓફ હેટ એન્ડ ફિયર તરીકે જાહેર કર્યાં હતાં.

એમનેસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે, નોર્ધન આયર્લેન્ડમાં રેસિઝમ નિયંત્રણ બહાર ચાલ્યું ગયું છે. સરકારે રેસિઝમ સામે નવી વ્યૂહરચના અપનાવવી પડશે જેથી પીડિતોને ન્યાય મળી શકે. નોર્ધન આયર્લેન્ડમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલના ડિરેક્ટર પેટ્રિક કોરિગને જણાવ્યું હતું કે, આ આંકડા શરમજનક છે. આ એક પ્રકારની કટોકટી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter