નોર્ધન આયર્લેન્ડમાં વંશીય નફરતની ઘટનાઓએ માઝા મૂકી

જુલાઈ 2025થી જુલાઈ 2026 વચ્ચે 2,561 વંશીય નફરતની ઘટના નોંધાઈ

Tuesday 06th October 2026 11:20 EDT
 
 

લંડનઃ નોર્ધન આયર્લેન્ડમાં વંશીય નફરતની ઘટનાઓએ માઝા મૂકી હોવાનો દાવો ચીફ કોન્સ્ટેબલ જોન બાઉચર દ્વારા કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, 2004-2005માં રેકોર્ડ શરૂ થયા પછીથી વંશીય રીતે પ્રેરિત ગુનાઓની સંખ્યા 12 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ઉત્તર બેલફાસ્ટમાં છરાબાજી બાદ જૂન મહિનામાં વંશીય નફરતની ઘટનાઓનો સૌથી વધુ માસિક આંકડો નોંધાયો હતો.

પોલીસના આંકડા મુજબ, જુલાઈ 2025થી જુલાઈ 2026 વચ્ચે 2,561 વંશીય નફરતની ઘટનાઓ નોંધાઈ હતી, જે જુલાઈ 2024થી જુલાઈ 2025 વચ્ચે નોંધાયેલી 2,058 ઘટના કરતાં વધુ છે. આ ઉપરાંત, જુલાઈ 2025થી જુલાઈ 2026 દરમિયાન પોલીસે 1,615 વંશીય નફરતના ગુનાઓ નોંધ્યા હતા, જે અગાઉના વર્ષના 1,347ની સરખામણીએ વધુ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ઉત્તર આયર્લેન્ડમાં વેપાર શરૂ કરવા, રોજગારીનું સર્જન કરવા, જાહેર સેવાઓમાં કામ કરવા આવતા લોકો હવે અત્યંત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આપણે આ અસામાજિક પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં સહન ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પૂરી તાકાતથી પ્રયાસો કરવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter