નોર્ધમ્પ્ટન યુકેનું સૌથી પ્રદૂષિત શહેર, લંડન ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં સામેલ

લંડનનો દરેક રહેવાસી પરોક્ષ રીતે વર્ષે 154 સિગારેટ જેટલો ધુમાડો શ્વાસમાં લે છે

Tuesday 28th February 2023 11:28 EST
 
 

લંડન

યુકેમાં હવાનું બદતર પ્રદૂષણ ધરાવતા ટોચના 10 શહેરોમાં લંડન નવમા સ્થાને છે. ઇનડોર એર ક્વોલિટી એક્સપર્ટ હાઉસફ્રેશ દ્વારા કરાયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે લંડનમાં હવાનું પ્રદૂષણ એક વર્ષમાં 154 સિગારેટ ફૂંકી મારવા સમાન છે. લંડન કરતાં નોર્ધમ્પટન, નોટિંગહામ અને બ્રિસ્ટોલમાં હવાના પ્રદૂષણની સ્થિતિ તેનાથી પણ બદતર છે. હવાનું પ્રદૂષણ તેમાં રહેલા પીએમ2.5 પાર્ટિકલના આધારે નક્કી કરવામાં આવે છે. 2.5 માઇક્રોમીટર જેટલો ઓછો વ્યાસ ધરાવતા પ્રદૂષણના આ કણો માનવીના ફેફસા અને લોહીમાં ભળીને નુકસાન પહોંચાડે છે. જો તમે ધુમ્રપાન નથી કરતાં તો પણ આ પાર્ટિકલ શ્વાસમાં લેવાના કારણે તમે પરોક્ષ રીતે ધુમ્રપાન જેટલી જ પ્રદૂષિત હવા શ્વાસમાં લો છો.

યુકેના ટોચના પ્રદૂષિત શહેરો

શહેર – કેટલી સિગારેટ જેટલો ધુમાડો શ્વાસમાં જાય છે

નોર્ધમ્પ્ટન – 189 સિગારેટ

નોટિંગહામ – 181 સિગારેટ

બ્રિસ્ટોલ – 163 સિગારેટ

સાઉધમ્પ્ટન- 162 સિગારેટ

કિંગ્સ્ટન – 161 સિગારેટ

કાર્ડિફ – 160 સિગારેટ

સાઉથએન્ડ – 157 સિગારેટ

નોર્વિચ – 157 સિગારેટ

લીડ્સ – 155 સિગારેટ

લંડન – 154 સિગારેટ

સ્ટોક – 149 સિગારેટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter