નોર્ધમ્પ્ટનશાયર ખાતે ભારતીય નર્સ અને બે બાળકોની ક્રુર હત્યા

શંકાના આધારે મહિલાના પતિની ધરપકડ કરાઇ

Wednesday 21st December 2022 05:34 EST
 

લંડન

પૂર્વ ઇંગ્લેન્ડના નોર્ધમ્પ્ટનશાયર ખાતે ભારતીય મૂળની એક નર્સ અને તેના બે બાળકો ગંભીર ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસે આ ટ્રીપલ મર્ડર કેસની તપાસ શરૂ કરી છે. મૂળ કેરળની 40 વર્ષીય નર્સ અને તેનો 6 વર્ષીય પુત્ર અને 4 વર્ષીય પુત્રી ગંભીર ઇજા સાથે મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. પોલીસે આ મહિલાના કથિત પતિ એવા 52 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ તેને પોલીસ કસ્ટડીમાં રખાયો છે. નોર્ધમ્પ્ટનશાયર પોલીસના સ્થાનિક કમાન્ડર સ્ટીવ ફ્રીમેને જણાવ્યું હતું કે, વિચલિત કરનારી આ ઘટના વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. પરંતુ હું જનતાને આશ્વાસન આપવા માગુ છું કે મારા ડિટેક્ટિવોની એક ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે. અમે આ મૃત મહિલા અને તેના બાળકોને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

પોલીસે 40 વર્ષીય અંજુ અશોક, 6 વર્ષીય જીવા સાજુ અને 4 વર્ષીય જાનવી સાજુની હત્યા માટે અંજુના 52 વર્ષીય પતિ સાજુ ચેલાવલેલની હત્યાના આરોપસર ધરપકડ કરી છે. તેને સોમવારે અદાલતમાં રજૂ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter