લંડનઃ ભારતીય નેવી માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ્સની ડિઝાઇન અને વિકાસ માટે ભારત અને યુકે વચ્ચે સહકારનો કરાર કરાયો છે. 28 નવેમ્બરના રોજ યુકેના પોર્ટ્સમાઉથ ખાતે આ કરાર કરાયો હતો. અત્યાધુનિક ટેકનોલોજીના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે બંને દેશના જોઇન્ટ વર્કિંગ ગ્રુપની મિટિંગમાં આ કરાર કરાયો હતો.
કરાર અંતર્ગત બંને દેશ નૌકાદળ માટેના યુદ્ધજહાજો માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન ક્ષમતાના ઉત્પાદન માટે સાથે મળીને ડિઝાઇન તૈયાર કરશે. આ માટે જહાજના લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ ભારતના જહાજવાડાઓમાં તૈયાર કરાશે.ભારતના રાજીવ પ્રકાશ અને યુકેના રીયર એડમિરલ સ્ટીવ મેકકાર્થીએ કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં.


