લંડનઃ ન્યુ યર ઓનર્સ – ૨૦૨૨નું લિસ્ટ જાહેર કરી દેવાયું છે જેમાં કોવિડ મેડિકલ હીરોઝથી માંડી સ્પોર્ટ્સ સ્ટાર્સ અને જેમ્સ બોન્ડ- ડેનિયલ ક્રેગ સુધીના નામ સામેલ છે. ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર (CMO) ક્રિસ વ્હિટી અને તેમના ડેપ્યુટી જોનાથન વાન-ટામ, સ્કોટલેન્ડના CMO ફ્રાન્ક એથરટન અને ડો. ગ્રીગોર સ્મિથને નાઈટહૂડથી વિભુષિત કરાયા છે. પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરને સત્તા છોડ્યાના ૧૪ વર્ષ પછી વિશિષ્ટ નાઈટહૂડ એનાયત કરાયું છે. ઓનર્સ લિસ્ટમાં પાંચમાંથી એક વ્યક્તિએ કોરોના વાઈરસ મહામારીનો સામનો કરવામાં વિશિષ્ટ સેવા આપી છે. ૧૧૨૨ મહાનુભાવને ઓનર્સ જાહેર કરાયા છે જેમાંથી ૩૬૧ને BEM, ૫૦૮ને MBE અને ૨૫૩ને OBE ટાઈટલનો સમાવેશ થાય છે. કુલ ૧,૨૭૮ લોકોને સન્માનિત કરાયા છે જેમાંથી અડધોઅડધ એટલે કે ૪૭.૯ ટકા મહિલા છે જ્યારે, ૨૫.૫ ટકા નીચલા સોશિયો-ઈકોનોમિક સ્તરમાંથી અને ૧૫.૧ ટકા સફળ એવોર્ડવિજેતા વંશીય લઘુમતી પશ્ચાદભૂ તેમજ ૧૩.૩ ટકા દિવ્યાંગ અને ૩.૫ ટકા LGBT+ કેટેગરીમાંથી આવે છે.
સન્માનિતોમાંથી ૭૯૯ (૬૩ ટકા) લોકોએ પોતાની કોમ્યુનિટીમાં સેવા આપી છે. આ યાદીમાં સૌથી નાની વયનો સન્માનિત ૧૧ વર્ષનો ટોબીઆસ વેલ્લર અને ૧૨ વર્ષનો મેક્સ વૂસી મહામારીના ગાળામાં ફાળો એકત્ર કરવાની સેવા આપી હતી. સૌથી વૃદ્ધ સન્માનિત ૧૦૨ વર્ષના હેન્રી લુઈ છે જેઓ જાદુગર સમાજના ધ મેજિક સર્કલ સંગઠનના માનદ ઉપપ્રમુખ છે. ઓનર્સ લિસ્ટમાં આશરે ૮ ટકા એશિયન વંશીય બેકગ્રાઉન્ડના છે અને ડઝનથી વધુ પંજાબી સમુદાયના છે.
ડેમ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરઃ
• સારા ખાનઃ કમિશન ફોર કાઉન્ટરિંગ એક્સ્ચિમિઝમના પૂર્વ કમિશનર, માનવ અધિકાર અને ત્રાસવાદવિરોધ ક્ષેત્રની સેવા (વોટફર્ડ, હર્ટ ફોર્ડશાયર)
નાઈટ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરઃ
• લોર્ડ કક્કર પ્રોફેસર અજય કુમારઃ હેલ્થકેર અને પબ્લિક સર્વિસીસ ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન)
નાઈટ્સ બેચલરઃ
• પ્રોફેસર શકીલ અહમદ કુરેશીઃ ગેઝ એન્ડ સેન્ટ થોમસ હોસ્પિટલ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં પીડિયાટ્રિક કાર્ડિયોલોજીના પ્રોફેસર, પીડિયાટ્રિક કાર્ડિયોલોજી અને ચેરિટી ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન)
કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરઃ (CBE)
• તનવીર ઈકરામઃ ડેપ્યુટી સીનિયર જજ, મેજિસ્ટ્રેટ્સ કોર્ટ. જ્યુડિશિયલ ડાઈવર્સિટી ક્ષેત્રની સેવા (ફાર્નહામ કોમન, બકિંગહામશાયર) • શાલિની ખેમકાઃ એન્ટ્રેપ્રીન્યોરશિપ અને અર્થતંત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • પ્રોફેસર કમલેશ ખુંટીઃ યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં પ્રાઈમરી કેર ડાયાબિટીસ અને વાસ્ક્યુલર મેડિસીનના પ્રોફેસર, લેસ્ટરમાં હોક્લી ફાર્મ મેડિકલ પ્રેક્ટિસના જનરલ પ્રેક્ટિશનર. આરોગ્યક્ષેત્રની સેવા (લેસ્ટર,લેસ્ટરશાયર) • પ્રોફેસર રવિ પ્રકાશ મહાજનઃ પૂર્વ પ્રેસિડેન્ટ, રોયલ કોલેજ ઓફ એનેસ્થેટિક્સ. એનેસ્થેસિયા ક્ષેત્રની સેવા (એલ્ફ્રેટન, ડર્બીશાયર) • પ્રોફેસર ઈકબાલ સિંહ OBEઃ અધ્યક્ષ, સેન્ટર ફોર એક્સેલન્સ ઈન સેફ્ટી ફોર ઓલ્ડર પીપલ. હેલ્થકેરમાં ઈક્વલિટી અને ઈન્ક્લુઝન (સમાનતા અને સમાવેશિતા) ક્ષેત્રની સેવા (બ્લેકબર્ન, લેન્કેશાયર)
ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરઃ (OBE)
• ડો. હિન્દપાલ સિંહ ભુઈઃ ઈન્સ્પેક્શન ટીમ લીડર, HM ઈન્સ્પેક્ટોરેટ ઓફ પ્રિઝન્સ. કોવિડ-૧૯ના ગાળામાં કસ્ટડી ફેસિલિટીઝ ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • સૈયદ વિકાર અહેમદઃ કોમ્યુનિટી એનર્જી લંડનના સ્થાપક અને અધ્યક્ષ. લંડનમાં કોમ્યુનિટી એનર્જી, ડીકાર્બોનાઈઝેશન અને કોમ્યુનિટી બેનિફિટ ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • ડો. સૈયદ અહેમદઃ હેલ્થ પ્રોટેક્શન સ્કોટલેન્ડના ક્લિનિકલ ડાયરેક્ટર. કોવિડ-૧૯ વેક્સિનેશન પ્રોગ્રામની સેવા. (ગ્લાસગો, સિટી ઓફ ગ્લાસગો) • અમીર અલીઃ સિવિલ કોર્ટ યુઝર્સ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ. કોર્ટ યુઝર્સ અને કાયદાક્ષેત્રની સેવા. (વોલ્સાલ, વેસ્ટ મિડલેન્ડ્સ) • મોહમ્મદ આસિફ અઝીઝઃ હેલ્થકેર સર્વિસીસ, બૂટ્સ યુકે લિમિટેડના ડાયરેક્ટર. ફાર્મસી ક્ષેત્ર અને વિશેષતઃ કોવિડ-૧૯ ટેસ્ટિંગની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • અલ્પેશ ચૌહાણઃ મ્યુઝિક ડાયરેક્ટર, બર્મિંગહામ ઓપેરા કંપની, કળાક્ષેત્રની સેવા. (કોવેન્ચ્રી, વેસ્ટ મિડલેન્ડ્સ) • કરીમ હસનઃ ચીફ એક્ઝિક્યુટિવ એન્ડ ગ્રોથ ડાયરેક્ટર, એક્સટર સિટી કાઉન્સિલ. લોકલ ગવર્મેન્ટની સેવા. (હોનીટોન, ડેવોન) • ડો. જપિન્દર ઢેસીઃ પૂર્વ ટીમ લીડર, કેબિનેટ ઓફિસ. જાહેર ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • દેવિન્દર સિંહ ધીલ્લોનઃ ચાત્રી મેમોરિયલ ગ્રૂપના અધ્યક્ષ. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય લશ્કરી દળોના યોગદાનના સ્મારકોત્સવની સેવા. (હોવ, ઈસ્ટ સસેક્સ) • મોહમ્મદ શબીર ફઝલઃ હેડટીચર, એડન બોઈઝ એન્ડ લીડરશિપ એકેડેમી. માન્ચેસ્ટર. શિક્ષણક્ષેત્રની સેવા. (એક્રિંગ્ટન, લેન્કેશાયર) • નીતિન ગણાત્રાઃ નાટ્યક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • સજદાહ પરવીન ગફૂરઃ કમ્બ્રીઆમાં સાંસ્કૃતિક જાગૃતિ અને એકીકરણની સેવા. (કાર્લાઈ, કમ્બ્રીઆ) • જગતાર સિંહ ગિલઃ બ્રિટિશ શીખ અને ઈન્ટરફેઈથ કોમ્યુનિટીઓની સેવા (કેનિલવર્થ, વોરવિકશાયર) • પ્રોફેસર અલી સાદિક મોહમ્મદ જાવાદઃ પ્રોફેસર ઓફ રુમેટોલોજી, બાર્ટ્સ એન્ડ લંડન સ્કૂલ ઓફ મેડિસીન અને કન્સલ્ટન્ટ રુમેટોલોજીસ્ટ, બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટ. હેલ્થકેર ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • શરથકુમાર જીવનઃ પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, StiR એજ્યુકેશન. શિક્ષણક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • હનીફ મોહમ્મદ કારાઃ ડિઝાઈન ડાયરેક્ટર અને સહસ્થાપક AKT II, પ્રેક્ટિસ ઓફ આર્કિટેક્ટુરિઅલ ટેકનોલોજીના પ્રોફેસર, હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ડિઝાઈન. એન્જિનીઅરિંગ અને શિક્ષણક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • અમ્રીતપાલ સિંહ માનઃ ફિલાન્થ્રોપિસ્ટ. શીખ કોમ્યુનિટી અને ચેરિટી ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • પ્રોફેસર મહેન્દ્ર ગુલાબભાઈ પટેલઃ ફાર્માસિસ્ટ. ફાર્મસીક્ષેત્રની સેવા. (વેકફિલ્ડ, વેસ્ટ યોર્કશાયર) • રિઝવાન પટેલઃ Lint ગ્રૂપના સ્થાપક. યુકે અને વિદેશમાં ડિસએડવાન્ટેજ્ડ કોમ્યુનિટીઝની અને વિશેષતઃ કોવિડ-૧૯ના ગાળામાં સેવા. (લંડન, ગ્રેટર લંડન) • આરતી પ્રશારઃ આર્ટિસ્ટ, ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ. ડિમેન્સિયાગ્રસ્ત લોકોની સેવા.(લંડન, ગ્રેટર લંડન) • ઈમરાન ફૈઝલ શફીઃ જાહેરક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • રોહિણી શર્મા જોશીઃ પૂર્વ ઈક્વલિટી, ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન મેનેજર, ટ્રસ્ટ હાઉસિંગ એસોસિયેશન, એડિનબરા. ઈક્વલિટી, ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન ક્ષેત્રની સેવા. (બોનીરિગ, મિડલોથીઆન) • ડો. માલુર સુધન્વાઃ કન્સલ્ટન્ટ વાઈરોલોજિસ્ટ, સાઉથ લંડન સ્પેશિયાલિસ્ટ વાઈરોલોજી સેન્ટર, કિંગ્સ કોલેજ હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. હેલ્થકેર સાયન્સ અને વિશેષતઃ કોવિડ-૧૯ના ગાળામાં સેવા. (લંડન, ગ્રેટર લંડન) • રેખા થારવાનીઃ ગ્લોબલ હેડ, NEC કોન્ટ્રાક્ટ્સ, થોમસ ટેલ્ફોર્ડ લિમિટેડ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બ્રિટિશ એક્સપોર્ટ્સની સેવા (લંડન, ગ્રેટર લંડન) • સંજીવ વેડીઃ આસિસ્ટન્ટ ડાયરેક્ટર, હેડ, ઓફિસ ઓફ ધ ચીફ સોશિયલ કેર ઓફિસર ફોર વેલ્સ. પબ્લિક, ચેરિટેબલ અને વોલન્ટીઅર સેવા. (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન) • ડો. નીરા સીરિલ ચેમ્બરલેઈનઃ પ્રેસિડેન્ટ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેતેમેટિક્સ એન્ડ ઈટ્સ એપ્લિકેશન્સ. મેથેમેટિકલ સાયન્સીસની સેવા (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ)
મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરઃ (MBE)
• પ્રોફેસર નલિનચંદ્ર વિક્રમસિંઘેઃ સાયન્સ, એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી ક્ષેત્રની સેવા (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન) • કામિની હર્ષદભાઈ મહેતા (બીના મહેતા)ઃ KPMG Ukના અધ્યક્ષ. યુકેમાં વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ અને મહિલા એન્ટ્રેપ્રીન્યોર્સ ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • ડો. સીમા સાફીઆ આરીફઃ BAME કોમ્યુનિટીઝમાં હેલ્થકેરની સેવા. (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન) • પ્રવેશ કુમારઃ થીએટરક્ષેત્રની સેવા (સ્લાઉ,બર્કશાયર) • સ્યીમા અસ્લમઃ બ્રેડફોર્ડ લિટરેચર ફેસ્ટિવલના સ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને આર્ટિસ્ટિક ડાયરેક્ટર. લિટરેચર– સાહિત્યક્ષેત્રની સેવા. (બ્રેડફોડ, વેસ્ટ યોર્કશાયર) • સંજય લોબોઃ OnHand ના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. વૃદ્ધ લોકોની અને વિશેષતઃ કોવિડ-૧૯ના ગાળામાં સેવા. (લંડન, ગ્રેટર લંડન) • ડો. સુબ્રમણ્યમ બાલચંદ્રનઃ ક્રોસ ઈન્ફેક્શનના લીડર અને ડોક્ટર, કાર્ડિફ એન્ડ વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડ. NHSને કોવિડ-૧૯ના ગાળામાં સેવા. (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન) • સુષ્મા ભનોટ સ્વાસ્થ્યક્ષેત્ર તેમજ ચિગવેલ, એસેક્સ વિશેષતઃ કોવિડ-૧૯ના ગાળામાં કોમ્યુનિટીની સેવા (ચિગવેલ, એસેક્સ) • અયાજ માઝીદ ભુટાઃ વ્હીલચેર રગ્બીને સેવા (બોલ્ટન, ગ્રેટર માન્ચેસ્ટર) • અનીતા ચૌધરીઃ પાથ ટુ સક્સેસના સ્થાપક. ડિસેબિલિટી સ્પોર્ટ્સ ક્ષેત્રની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • ડો.બલજિન્દર સિંહ ધાંડાઃ સહઅધ્યક્ષ, યુકે સાઈબર સિક્યુરિટી કાઉન્સિલ ફોર્મેશન પ્રોજેક્ટ.સાઈબર સિક્યુરિટી ક્ષેત્રની સેવા (આમેરશામ, બકિંગહામશાયર) • નરિન્દરજિત ધંડવારઃ બિઝનેસ રિલેશનશિપ મેનેજર, બાર્કલેઝ. કોવિડ-૧૯ના ગાળામાં વેસ્ટ મિડલેન્ડ્સમાં બિઝનેસ અને ફાઈનાન્સિયલ ક્ષેત્રની સેવા (વોલ્સાલ,વેસ્ટ મિડલેન્ડ્સ) • તારા ચંદ ગારલોઃ પેરાલીગલ આસિસ્ટન્ટ, ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ. જાહેર ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • પ્રોફેસર નાઝિરા કરોડિયાઃ યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનમાં સાયન્સ એજ્યુકેશનના પૂર્વ પ્રોફેસર. કેમિકલ સાયન્સીસ ક્ષેત્રની સેવા (એડિનબરા, સિટી ઓફ એડિનબરા) • ડો. અમરનાથ રુઘાણીઃ જનરલ પ્રેક્ટિશનર અને રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સના પ્રોવોસ્ટ, સાઉથ યોર્કશાયર અને નાર્થ ટ્રેન્ટ. જનરલ પ્રેક્ટિસ ક્ષેત્રની સેવા (શેફિલ્ડ, સાઉથ યોર્કશાયર) • સિમોન નરેશ નૈય્યરઃ રાજકીય ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • વિરિન્દર કુલજિત કૌર રાયઃ અગેઈન્સ્ટ વાયોલન્સ એન્ડ એબ્યુઝ ચેરિટીના બિઝનેસ મેનેજર. ચેરિટી સેક્ટર તેમજ લંડન બરો ઓફ રેડબ્રિજ અને ડર્બીશાયરમાં કોમ્યુનિટીઝની સેવા (લંડન, ગ્રેટર લંડન) • ડો. ઈરામ સત્તારઃ જનરલ પ્રેક્ટિશનર તથા મુસ્લિમ વિમેન્સ નેટવર્ક યુકે અને ધ પેસેજના ટ્રસ્ટી. અસલામત લોકોના આરોગ્ય અને કલ્યાણની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • ડો. અબ્દુલ કરીમ સેસાયઃ ગામ્બિયા ખાતે મેડિકલ રિસર્ચ કાઉન્સિલ યુનિટના જિનોમિક્સ ફેસિલિટીના વડા. ચેરિટી અને મેડિકલ રિસર્ચ ક્ષેત્રની સેવા (વિદેશમાં વસવાટ) • મિતેશ પુષ્પકાંત શેઠઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, રેડિંગ્ટન. ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરમાં ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન માટેની સેવા (લાઉટન, એસેક્સ) • મમતા રાણી સિંઘલઃ વોલન્ટીઅર, ઈન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનીઅરિંગ એન્ડ ટેકનોલોજી. એન્જિનીઅરિંગ ક્ષેત્રની સેવા (લાંગ્લી, બર્કશાયર) • ભરતકુમાર જગતસિંહ સિસોદિયાઃ કલ્ચર અને હેરિટેજ તેમજ ગ્રેટર માન્ચેસ્ટરમાં કોમ્યુનિટીની સેવા (ઓલ્ધામ, ગ્રેટર માન્ચેસ્ટર) • ડો. બનાર તાલાબાણીઃ કિડની અને ટ્રાન્સપ્લાન્ટ મેડિકલ સ્પેશિયાલિસ્ટ, યુનિવર્સિટી ઓફ વેલ્સ એન્ડ ઈમ્યુનોલોજિસ્ટ સાયન્ટિસ્ટ. NHS તેમજ વેલ્સના વંશીય લઘુમતી સમુદાયોની અને વિશેષતઃ કોવિડ-૧૯ના ગાળામાં સેવા (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન) • મનદીપકૌર સાહોટાઃ સ્ટ્રેટેજીસ એન્ડ સ્ટોરીઝના સ્થાપક. ચેરિટેબલ અને જાહેર સેવાનું ક્ષેત્ર (બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયર) • હરદીપ પ્રકાશ સિંહ લાવાણાઃ સીનિયર ઓફિસર, બોર્ડર ફોર્સ, હોમ ઓફિસ. બોર્ડર સિક્યુરિટી અને વર્કપ્લેસ વેલબીઈંગ ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • ડો. શૈલા પીઅર્સન (શૈલા કાનાણી)ઃ એજ્યુકેશન, આઉટરીચ એન્ડ ડાઈવર્સિટી મેનેજર, રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી. એસ્ટ્રોનોમી અને ફીઝિક્સ ડાઈવર્સિટી ક્ષેત્રની સેવા (ફીલ્ડે, લેન્કેશાયર) • અવિન રાભેરુઃ Housekeep ના સ્થાપક. એન્ટ્રેપ્રીન્યોરશિપ અને ક્લિનિંગ ઈન્ડસ્ટ્રીમાં ડિજિટલ ઈનોવેશન ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • ચરણ કંવલ સિંહ શેખોનઃ સીનિયર એન્વિરોન્મેન્ટ ઓફિસર, એન્વિરોન્મેન્ટ એજન્સી અને SEVA Trust UK ના સ્થાપક ચેરમેન. ચેરિટી, ડાઈવર્સિટી અને એન્વિરોન્મેન્ટ ક્ષેત્રની અને ખાસ કરીને કોવિડ-૧૨૯ના ગાળામાં સેવા. (બેડફોર્ડ, બેડફોર્ડશાયર)
ઓવરસીઝ અને ઈન્ટરનેશનલ લિસ્ટ
OBE---- • ડો. સલીમુલ હકઃ ડાયરેક્ટર, ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ક્લાઈમેટ ચેન્જ એન્ડ ડેવલપમેન્ટ. ઈન્ટરનેશનલ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાની સેવા • ડો. આસિયા કાઝમીઃ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન. શિક્ષણ અને ખાસ કરીને બાળાઓનાં શિક્ષણની સેવા • ડો. કેથેરાઈન લ્યૂસી મોરિસઃ પીડિયાટ્રિશિયન, લવ ધ વન ચેરિટી, ભારત. ભારતમાં હેલ્થકેર અને બાળકલ્યાણક્ષેત્રની સેવા • ડો. દિપ્તી પટેલઃ ચીફ મેડિકલ ઓફિસર, કોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ. વિદેશમાં સરકારી અધિકારીઓ અને તેમના પરિવારો અને બ્રિટિશ નાગરિકોની સેવા
MBE--- • યાસ્મીન બાટલીવાલાઃ ચીફ એક્ઝિક્યુટિવ, એડવોકેટ્સ ફોર ઈનટરનેશનલ ડેવલપમેન્ટ. માનવ અધિકાર, કાયદાના શાસન અને આંતરરાષ્ટ્રીય વિકાસ ક્ષેત્રની સેવા • મનોહર એન. મેલવાણીઃ ટેલર, હોંગ કોંગ. હોંગ કોંગમાં બિઝનેસ અને ચેરિટીની સેવા • અર્જમુંડ જાબીન બટઃ HM રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગ અને BAME કોમ્યુનિટીની સેવા (બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયર)
BEM --- • મુકેશ મલ્હોત્રાઃ લંડન બરો ઓફ હંસલોમાં કોમ્યુનિટીની અને વિશેષતઃ કોવિડ- ૧૯ના ગાળામાં સેવા ( લંડન, ગ્રેટર લંડન) • રણજિત ખરેઃ લંડન બરો ઓફ રેડબ્રિજના વૂડફોર્ડમાં કોવિડ- ૧૯ના ગાળામાં કોમ્યુનિટીની સેવા (લંડન, ગ્રેટર લંડન) • રાજેશ મકવાણાઃ ડાયરેક્ટર, સુફ્રા NW લંડન. લંડન બરો ઓફ બ્રેન્ટની કોમ્યુનિટીની અને વિશેષતઃ કોવિડ-૧૯ના ગાળામાં સેવા. (લંડન,ગ્રેટર લંડન) • સુલખાનસિંહ દર્દઃ બ્રિટિશ હાર્ટ એસોસિયેશનના એમ્બેસેડર. શીખ કોમ્યુનિટીમાં હેલ્થકેરની સેવા (લેસ્ટર, લેસ્ટરશાયર) • હરદીપસિંહ અટવાલઃ અન્નાન, ડમ્ફ્રીઝ અને ગેલોવેમાં કોમ્યુનિટીની સેવા (અન્નાન, ડમ્ફ્રીઝ) • મીના હંસપાલઃ ચેરિટી વોલન્ટીઅર, ગુરુ નાનક‘સ મિશન અને ચેરિટી રસોઈ. નોટિંગહામમાં શીખ કોમ્યુનિટીની સેવા (નોટિંગહામ, નોટિંગહામશાયર) • રબિન્દર સિંહ ધામીઃ પ્રીવેન્શન મેનેજર, શ્રોપશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ, આગ અને બચાવક્ષેત્રમાં સેવા. (ટેલ્ફોર્ડ,શ્રોપશાયર) • ગીતા નટરાજનઃ રગ્બી, વોરવિકશાયરમાં કોમ્યુનિટીની સેવા, (રગ્બી, વોરવિકશાયર) • વિનોદકુમાર માશરી જેરામ પાણખાણીઆઃ મિલ્ટન કિનેસ, બકિંગહામશાયરમાં કોમ્યુનિટીની સેવા (મિલ્ટન કિનેસ, બકિંગહામશાયર) • રાગિણી પટેલઃ લંડન બરો ઓફ ઈલિંગ, નોર્થોલ્ટમાં કોમ્યુનિટીની અને વિશેષતઃ કોવિડ- ૧૯ના ગાળામાં સેવા (લંડન, ગ્રેટર લંડન) • બંસરી નીલેશ રૂપારેલિયાઃ લેસ્ટરશાયરમાં હિન્દુ કોમ્યુનિટીની સેવા (લેસ્ટર, લેસ્ટરશાયર) • સવરાજ કૌર સિંહઃ લંડન બરો ઓફ હેમરસ્મિથ એન્ડ ફૂલહામમાં કોમ્યુનિટીની અને વિશેષતઃ કોવિડ- ૧૯ના ગાળામાં સેવા (લંડન, ગ્રેટર લંડન)


