લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમમાં નવા વર્ષના પ્રસંગે બ્રિટિશ રાજવી કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા દેશ અને સમાજના ઉત્થાનનાં કાર્ય કરનારા ગુમનામ નાયકોને પ્રતિષ્ઠિત સન્માન આપવાની જાહેરાત કરાઈ છે. યુકે અને વિદેશમાં વ્યક્તિઓની સિદ્ધિઓને બિરદાવવા અને સન્માનવા માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદીમાં જાહેર ક્ષેત્ર, રમતગમત, આરોગ્યસેવા, શિક્ષણ, કળા, સામુદાયિક અને સ્વૈચ્છિક સેવાના ક્ષેત્રો અને સમાજને વિશિષ્ટ પ્રદાન કરનારા 1200થી વધુ વ્યક્તિઓનો ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. સન્માનિત કરાનારી આ વ્યક્તિઓમાં 60થી વધુ બ્રિટિશ એશિયનનો સમાવેશ થાય છે જેમાંથી 30થી વધુ લોકો ભારતવંશી છે. ઉલ્લેખનીય છે કે સન્માન યાદીમાં આ વર્ષે પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ ક્ષેત્રના 43 લોકોને સન્માનિત કરાનારા છે.
નવા વર્ષે કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા શ્રીલંકા અને ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ રાનિલ માલ્કોમ જયવર્દેના અને સતત ત્રીજી વખત લંડનના મેયરપદે ચૂંટાયેલા સાદિક ખાનને રાજદ્વારી અને સાર્વજનિક સેવાઓ માટે તેમજ ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના મેનેજર ગેરેથ સાઉથગેટને પણ રમતગમત ક્ષેત્રે આપેલી સેવાઓ બદલ નાઈટહૂડથી સન્માનિત કરવામાં આવશે.
સન્માનિત કરાનારા ભારતવંશીઓમાં સતવંત કૌર દેઓલ (CBE), પૂર્ણિમા મૂર્થી ટાનુકુ (CBE), ડો. જલાલ બાઘેરલિ (CBE), લીના નાયર (CBE), હિના બોખારી (OBE), સીમા મિશ્રા (OBE), પ્રોફેસર નંદિની દાસ (OBE), અમન શર્મા (MBE), મોહમ્મદ યુનિસ ચૌધરી (MBE), નાઝિમ અલી (BEM), મોહમ્મદ ફાયાઝ (BEM)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોમ્પિટિશન કાયદાના ક્ષેત્રે સેવા બદલ ચાર્લ્સ પ્રિતમસિંહ ધનોવા, હેલ્થકેર, સાયન્સ, ઈનોવેશન અને ટેક્નોલોજીમાં પ્રોફેસર સ્નેહ ખેમકા તેમજ પ્રોફેસર સંજય આર્ય, મનદીપ કૌર સંઘેરા, સ્મૃતિ શ્રીરામ, સૌમ્ય મજૂમદાર, ઉષ્મા મનહર પટેલ MBE, પ્રોફેસર ભાસ્કર દાસગુપ્તા, પ્રોફેસર અજય જયકિશોર વોરા, ચાંદની કલ્પેશ વોરા, શ્રાવ્યા રાવ, તારસેમસિંહ ધાલીવાલ, મોનિકા કોહલી, ઈમ્તિઆઝ ધારકર, સંજીબ ભટ્ટાચારજી, હેમેન્દ્ર હિંડોચા, જસવિન્દર કુમાર, બલબીર સિંહ, સવરાજસિંહ સિધુ સહિતનાને વિવિધ ખિતાબોનું સન્માન એનાયત કરવામાં આવશે.
--------------------------------------------------
નાઈટહૂડ્સ
• રાનિલ માલ્કોમ જયવર્દેનાઃ નોર્થ ઈસ્ટ હેમ્પશાયરના પૂર્વ સાંસદ -- રાજકીય અને જાહેર સેવાનું ક્ષેત્ર
•સાદિક ખાનઃ લંડનના મેયર -- રાજકીય અને જાહેર સેવાનું ક્ષેત્ર
કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE)
• ડો. જલાલ બાઘેરલિઃ સેમીકન્ડક્ટર એડવાઈઝરી પેનલના સહાધ્યક્ષ -- સેમીકન્ડક્ટર ક્ષેત્રની સેવા •ડો. ફઝલ દાદઃ બ્લેકબર્ન કોલેજ, લેન્કેશાયરના પ્રિન્સિપાલ અને સીઈઓ-- ફર્ધર એજ્યુકેશન ક્ષેત્રની સેવા • સતવંત કૌર દેઓલઃ ધ હેન્રી કોલેજ, ઓક્સફર્ડશાયરના પૂર્વ પ્રિન્સિપાલ અને સીઈઓ-- ફર્ધર એજ્યુકેશન ક્ષેત્રની સેવા • ચાર્લ્સ પ્રીતમ સિંહ ધનોવા OBE KC: રજિસ્ટ્રાર, યુકે કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ-- કોમ્પિટિશન કાયદાની સેવા • સેહબા હારુન સ્ટોરેઃ પૂર્વ પ્રિન્સિપાલ જજ, એસાઈલમ સપોર્ટ ટ્રિબ્યુનલ-- ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન ક્ષેત્રની સેવા • પ્રોફેસર સ્નેહ ખેમકાઃ સર્જન, બિઝનેસ લીડર – હેલ્થકેર, વિજ્ઞાન, ઈનોવેશન, ટેકનોલોજી ક્ષેત્રની સેવા • લીના નાયરઃ ગ્લોબલ સીઈઓ, ચેનલ અને પૂર્વ ગ્લોબલ ચીફ HRO, યુનિલીવર-- રીટેઈલ અને કસ્ટમર ક્ષેત્રની સેવા • મયંક પ્રકાશઃ પ્રેસિડેન્ટ, બ્રિટિશ કોમ્પ્યુટિંગ સોસા.-- ટેકનોલોજી પ્રોફેશનલ્સ ક્ષેત્રની સેવા • પુર્ણિમા મૂર્થી ટાનુકુ OBE: ચીફ એક્ઝિ. નેશનલ ડે નર્સરીઝ એસો.-- પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની સેવા
ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE)
• પ્રોફે, સંજય આર્યઃ મેડિકલ ડાયરેક્ટર અને કનસલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ-- નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં અશ્વેત અને વંશીય ડોક્ટર્સ અને હેલ્થકેર ક્ષેત્રની સેવા • હિના બોખારીઃ નાઝ લિગસી ફાઉન્ડેશનના સહસ્થાપક-- યુવા લોકો, ચેરિટી અને ઈન્ટરફેઈથ રિલેશન્સની સેવા • પ્રોફે, નંદિની દાસઃ આધુનિક સાહિત્ય અને સંસ્કૃતિના પ્રોફેસર-- હ્યુમનિટીઝ અને જાહેર સંપર્કમાં સંશોધનની સેવા • દર્શિની ડેવિડઃ ચીફ ઈકોનોમિક્સ કોરસપોન્ડન્ટ,બીબીસી અને લેખક-- ઈકોનોમિક્સ ક્ષેત્રની સેવા • તારસેમસિંહ ધાલીવાલઃ સીઈઓ, આઈસલેન્ડ ફૂડ્ઝ-- વેલ્સ અર્થતંત્ર, રીટેઈલ અને ચેરિટી ક્ષેત્રની સેવા • ઈમ્તિઆઝ ધારકરઃ કવિ, આર્ટિસ્ટ અને વીડિયો ફિલ્મનિર્માતા-- કળાક્ષેત્રની સેવા • જાસ્મિન દોતીવાલાઃ બ્રોડકાસ્ટિંગ, મ્યુઝિક, ઈક્વલિટી, ડાયલર્સિટી અને ઈન્ક્લુઝન ક્ષેત્રની સેવા • સારવાટ તસનીમ એબ્બેટઃ બિહેવિરિઅલ ચેઈન્જ કન્સલ્ટન્ટ-- ફેઈથ અને ઈન્ટિગ્રેશનને સેવા •અબ્દુલ કરીમ ફતેહી MBE: સીઈઓ, યુનાઈટેડ કોર્પોરેશન-- આંતરરાષ્ટ્રીય વેપારની સેવા • મોનિકા કોહલીઃ મેરીટાઈમ ઈન્ડસ્ટ્રીમાં ડાઈવર્સિટીને પ્રોત્સાહન • સૌમ્ય મજૂમદારઃ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ-- કાયદો અને વ્યવસ્થા ક્ષેત્રની સેવા • સીમા મિશ્રાઃ સબપોસ્ટમાસ્ટર્સ માટે કેમ્પેઈનર-- ન્યાયક્ષેત્રની સેવા • પ્રોફેસર શાહિના પ્રધાનઃ સ્થાપક ડાયરેક્ટર, વિઝન એન્ડ આઈ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ-- ઓપ્ટોમેટ્રી અને અંધત્વ નિવારણ ક્ષેત્રની સેવા • ઉષ્મા મનહર પટેલ MBE: પ્રાઈમ મિનિસ્ટરના ડેરી મેનેજર, પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ--જાહેર સેવાનું ક્ષેત્ર • ગ્યાનસિંહ પોવારઃ સ્થાપક અને સીઈઓ, TLC લાયન્સ-- માનસિક આરોગ્ય ક્ષેત્રની સેવા • શ્રાવ્યા રાવઃ ડેપ્યુટી ડાયરેક્ટર,ઈકોનોમી અને સ્ટ્રેટેજિક એનાલિસિસ, ડિપા. ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડ-- જાહેર ક્ષેત્રની સેવા • ઉબૈદ-ઉલ-રહેમાનઃ LGBTQ+ કોમ્યુનિટીમાં ઈક્વલિટી માટે સેવા • મનદીપ કૌપ સંઘેરાઃ પ્રોજેક્ટ મેનેજર અને ફિલાન્થ્રોપિસ્ટ-- શરણાર્થી પુનઃ વસવાટ ક્ષેત્રમાં સેવા • સવરાજસિંહ સિધુઃ આસિ. હેડ, યુક્રેન ટાસ્ક ફોર્સ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ-- ડિફેન્સ ક્ષેત્રની સેવા • સ્મૃતિ શ્રીરામઃ સીઈઓ સુપ્રીમ ક્રીએશન્સ (બેગ્સ ઓફ એથિક્સ)-- ફેશન ક્ષેત્રની સેવા • પ્રોફેસર ઝહીર રાણા યુસુફઃ કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ, યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સ-- હૃદયરોગની સારવારનું ક્ષેત્ર
મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)
• ઉસ્માન અલીઃ સોસિયલ મોબિલિટી એમ્બેસેડર, મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ-- પબ્લિક અને સિવિલ સર્વિસ ક્ષેની સેવા • શગુફ્તા પરવીન અસામઃફોસ્ટર કેરર, લંડન બરો ઓફ રેડબ્રિજ-- ફોસ્ટર કેર ક્ષેત્રની સેવા • દાલિમ કુમાર બાસુઃ બ્રિટિશ કોમ્પ્યુટર સોસા.ની નોર્થ, સેન્ટ્રલ અને સાઉથ લંડન બ્રાન્ચીસના ઓનરરી ચેર અને વોલન્ટીઅર-- યુવા લોકો, સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રની સેવા • મોહમ્મદ યુનિસ ચૌધરીઃ રીગલ ફૂડ પ્રોડક્ટ્સ Plc ના સ્થાપક અને માલિક-- બિઝનેસ તથા બ્રેડફોર્ડમાં કોમ્યુનિટીની સેવા • પ્રોફેસર ભાસ્કર દાસગુપ્તાઃ કન્સલ્ટન્ટ રહ્યુમેટોલોજિસ્ટ— જાયન્ટ સેલ આર્થ્રાઈટિસ અને રહ્યુમેટિકા ધરાવતા લોકોની સેવા • રાબિયાહ કૌસર લતિફઃ નીઅર નેબર્સ કોઓર્ડિનેટર, થ્રાઈવ ટુગેધર બર્મિંગહામ-- ફેઈથ અને કોમ્યુનિટી સંવાદિતાની સેવા • અહસાન ઝમીર રફીકઃ ડેપ્યુટી વડા, ઈન્ટરનેશનલ માર્કેટિંગ, ડિપા. ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડ-- ઈન્વેસ્ટમેન્ટ અને માર્કેટિંગની સેવા • ઈશાક બેની અસ્લમ રફિકીઃ લેટ્સ ફીડ બ્રૂમ એન્ડ ટાબોર હાઉસના સ્થાપક-- બર્મિંગહામ અને વેસ્ટ મિડલેન્ડ્સમાં ઘરવિહોણા અને કોમ્યુનિટીની સેવા • સલમા બીબી રાવતઃ સીઈઓ, વન રૂફ લેસ્ટર-- ઘરવિહોણાની સમસ્યા ઉકેલને સેવા • સોમા સારાઃ એવરીવન્સ ઈનવાઈટેડની સ્થાપક-- સ્ત્રીઓના જાતીય શોષણની નાબૂદીને સેવા • ઈમરાન હુસૈન શાહઃ અધ્યક્ષ, પોલીસ ઈન્ડિપેન્ડન્ટ એડવાઈઝરી ગ્રૂપ અને કોમ્યુનિટી લીડર, વેસ્ટ યોર્કશાયર-- પોલીસિંગ અને કોમ્યુનિટીની સેવા • અમન શર્માઃ સીઈઓ, ટોટસ ડિજિટલ-- બિલ્ડિંગ અને ફાયર સેફ્ટી ક્ષેત્રની સેવા • પ્રોફેસર અજય જયકિશોર વોરાઃ પૂર્વ કન્સલ્ટન્ટ પીડિઆટ્રિક હેમેટોલોજિસ્ટ-- બાળપણના લ્યુકેમિયા ક્ષેત્રની સેવા • ચાંદની કલ્પેશ વોરાઃ સીઓઓ, વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિમિ.-- બિઝનેસ અને ચેરિટી ક્ષેત્રની સેવા
મેડાલિસ્ટ્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (BEM)
•આઈશા યુનિસ અબ્દુસ સમાદઃ શોર્ટ બ્રેક્સ કેરર, સ્લાઉ ચિલ્ડ્રન ફર્સ્ટ, બર્કશાયર— SEND સાથેના બાળકો અને યુવા લોકોની સેવા • કામરાન ઈશાક અબ્દુસ સમાદઃ શોર્ટ બ્રેક્સ કેરર, સ્લાઉ ચિલ્ડ્રન ફર્સ્ટ, બર્કશાયર— SEND સાથેના બાળકો અને યુવા લોકોની સેવા • મિર્ઝા ખુદાદાદ અહમદઃ ઈમિગ્રેશન ઓફિસર, હોમ ઓફિસ-- જાહેર સેવા • નઝિમ અલીઃ ક્રીએટિંગ સ્માઈલ્સ હોસ્પિટલ ગિફ્ટ્સ ઈનિશિયેટિવ-- ચેરિટી અને વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડમાં ઘરવિહોણા અને અશક્ત લોકોની સેવા • મારીઆ શેરનાઝ બાનાઃ શીકેનએન્જિનીઅરની સહસ્થાપક-- એન્જિનીઅરિંગમાં ડાઈવર્સિટીની સેવા • સંજીબ ભટ્ટાચારજીઃ લંડનના ન્યુહામ, રેડબ્રિજ અને વોલ્થામ ફોરેસ્ટ બરોઝમાં કોમ્યુનિટીની સેવા • મોહમ્મદ ફાયાઝઃ કાઉન્સિલર, ચેશામ ટાઉન અને બકિંગહામશાયર કાઉન્સિલ-- ચેશામમાં કોમ્યુનિટીની સેવા • આલા મોહમ્મદ અલી હબૂબીઃ કાફે નોઈરના માલિક-- થેમ્સ ડિટ્ટોન, સરેમાં કોમ્યુનિટીની સેવા • હેમેન્દ્ર હિંડોચાઃ પોસ્ટમાસ્ટર, વેસ્ટકોટ્સ પોસ્ટ ઓફિસ-- પોસ્ટ ઓફિસ અને મિડલેન્ડમાં કોમ્યુનિટીની સેવા • જસવિન્દર કુમારઃ પ્રેસિડેન્ટ, મેનેજિંગ કમિટી,શ્રી ગુરુ રવિદાસ સભા બેડફોર્ડ-- બેડફોર્ડમાં સખાવતી સેવા • સફીના કારેન મોહમ્મદઃ ફોસ્ટર કેરર, વોરવિકશાયર કાઉન્ટી કાઉન્સિલ-- ફોસ્ટર કેર ક્ષેત્રની સેવા • પ્રેશાન્થી દેવરાની નવરત્નમઃ એક્ઝિ. આસિ., ડિપા. ઓફ એજ્યુકેશન-- પબ્લિક, વોલન્ટરી અને ચેરિટેબલ ક્ષેત્રની સેવા • અસ્મા પાન્ડોરઃ લીડ એડમિરલ નર્સ, ડિમેન્શીઆ યુકે, ગ્લોસ્ટરશાયર NHS ટ્રસ્ટ-- નર્સિંગ ક્ષેત્રની સેવા • કાસિમ મોહમ્મદ શરિફીઃ ફોસ્ટર કેરર, વોરવિકશાયર કાઉન્ટી કાઉન્સિલ-- ફોસ્ટર કેર ક્ષેત્રની સેવા • ડો. નાના સિઆવ-બાડુઃ સીઈઓ, બાડુ સ્પોર્ટ-- સ્પોર્ટ અને ફિઝિકલ એક્ટિવિટી ક્ષેત્રની સેવા • બલબીર સિંહઃ સંગીતકાર-- ભાંગડા સંગીત અને વેસ્ટ મિડલેન્ડ્સમાં પંજાબી સંસ્કૃતિની સેવા
-----------------------------
કમ્પેનિયન્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બાથ
• જાઈ કમલનાથ સામંત CBE: ડાયરેક્ટર જનરલ, પબ્લિક સેફ્ટી, હોમ ઓફિસ-- જાહેર ક્ષેત્રની સેવા
ઓવરસીઝ અને ઈન્ટરનેશનલ
મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)
• સકીના અલીઃ કાઉન્ટર ટેરરિઝમ ડિપા.ના ડેપ્યુટી વડા,ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ-- વિદેશમાં બ્રિટિશ નાગરિકોની સેવા
મેડાલિસ્ટ્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (BEM)
• નલિની સાડાઈઃ ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ-- વિદેશમાં બ્રિટિશ નાગરિકોની સેવા
કિંગ્સ પોલીસ મેડલ (KPM)
• મોહમ્મદ ઓસ્માન ખાનઃ આસિ. ચીફ કોન્સ્ટેબલ, વેસ્ટ યોર્કશાયર પોલીસ


