ન્યૂકેસલ યુનિવર્સિટીમાં અનંત અંબાણીની પ્રોફેસર તરીકે નિયુક્તિ

અનંત અંબાણીની નિયુક્તિ સામે પર્યાવરણવાદીઓ અને શિક્ષણવિદોમાં રોષ

Tuesday 29th September 2026 10:43 EDT
 
 

લંડનઃ ન્યૂકેસલ યુનિવર્સિટી દ્વારા ભારતના સૌથી અમીરો પૈકીના એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સસ્ટેનેબિલિટી પ્રોફેસર તરીકે નિયુક્તિ કરાઇ છે. યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે અનંત અંબાણીને સંરક્ષણ, જૈવવિવિધતા સુરક્ષા, પ્રાણી કલ્યાણ અને પર્યાવરણીય સંભાળ ક્ષેત્રે તેમના યોગદાન બદલ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસનું પદ આપવામાં આવ્યું છે. આ પદ જામનગર સ્થિત વનતારા પ્રોજેક્ટ દ્વારા પ્રાણીઓના રેસ્ક્યૂ અને સંરક્ષણ ક્ષેત્રે કરાયેલા કાર્યો અને રિલાયન્સ ગ્રુપના ગ્રીન એનર્જી તરફના ટ્રાન્ઝિશનમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને એનાયત કરવામાં આવ્યું છે.

જોકે વિવાદાસ્પદ મેગા-ઝૂના સંચાલક અનંત અંબાણીની નિમણૂક સામે પર્યાવરણવાદીઓ અને શિક્ષણવિદોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય સામે એકેડેમિક સ્ટાફ, ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય પર્યાવરણવિદો દ્વારા ભારે આશ્ચર્ય અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે કોર્પોરેટ અને અબજોપતિઓના ભંડોળના પ્રભાવ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા અને વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter