લંડનઃ ઇસ્ટ લંડનમાં ન્યૂહામ કાઉન્સિલના પ્લેઇનસ્ટો નોર્થ વોર્ડની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીનો આશ્ચર્યજનક પરાજય થયો હતો. આ પેટા ચૂંટણીમાં ગયા મહિને લેબર પાર્ટીમાંથી રાજીનામુ આપનાર સોફિયા નકવીએ અપક્ષ ઉમેદવારી કરીને વિજય હાંસલ કર્યો હતો. આ પરિણામ એવો સંકેત આપે છે કે ગાઝામાં યુદ્ધવિરામ મામલે સર કેર સ્ટાર્મરના વલણ સામે હજુ નારાજગી પ્રવર્તી રહી છે. સોફિયા નકવીને 46 ટકા જ્યારે લેબર ઉમેદવારને 27 ટકા મત મળ્યા હતા.