પ. બંગાળની પ્રિયંકા મલિકે ક્વીન કોન્સોર્ટ માટે કોરોનેશન ડ્રેસ અને કિંગ માટે બ્રોચની ડિઝાઇન તૈયાર કરી

રાજવી પરિવારે ડિઝાઇન માટે પ્રિયંકાનો ખાસ આભાર માન્યો, ક્વીને કોરોનેશન પાર્ટીમાં પ્રિયંકાએ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો

Tuesday 09th May 2023 13:09 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સની તાજપોશીના અવસર માટે ભારતના પશ્ચિમ બંગાળની પ્રિયંકા મલિકે ક્વીન કેમિલા માટે એક કોરોનેશન ડ્રેસ ડિઝાઇન કર્યો છે. બ્રિટિશ રાજવી પરિવારે પ્રિયંકાના આ પ્રયાસની નોંધ લેતાં તેનો આભાર માનતો પત્ર પાઠવ્યો છે. પ્રિયંકા મલિક કોલકાતાથી 50 કિમી દૂર આવેલા હૂગલી જિલ્લાના સિંગુર ખાતે રહે છે.

ફેશન ડિઝાઇનર બનવાનો પ્રયાસ કરી રહેલી પ્રિયંકાના પ્રયાસને ક્વીન કોન્સોર્ટે બિરદાવ્યો છે અને તેને ટેલેન્ટેડ આર્ટિસ્ટ ગણાવી છે. બ્રિટિશ રાજવી પરિવાર દ્વારા પાઠવાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખુબ સુંદર ડ્રેસની ડિઝાઇન મોકલવા માટે ક્વીન કોન્સોર્ટ તમારો આભાર માને છે. તમે ક્વીન કોન્સોર્ટ વિશે વિચારીને તેમના માટે સમય ફાળવી સ્કેચ તૈયાર કરીને મોકલ્યા તેના કારણે ક્વીન કેમિલા ઘણા પ્રભાવિત થયાં છે. તમે ઘણા કુશળ આર્ટિસ્ટ છો. ક્વીન કોન્સોર્ટ તમારો આભાર માને છે.

પ્રિયંકા કગે છે કે મેં ક્વીનના ડ્રેસ ઉપરાંત કિંગ ચાર્લ્સ માટે બ્રોચની પણ ડિઝાઇન તૈયાર કરી છે. આ મટે રાજવી પરિવાર સાથે મારે 6 મહિના ચર્ચા ચાલી હતી. મારી ડિઝાઇનની પ્રશંસા કરતો પત્ર પણ મને ક્વીન દ્વારા પાઠવવામાં આવ્યો છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે 7 મેના રોજ સાંજે યોજાનારી પાર્ટીમાં ક્વીન કેમિલા મારો ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter