પંજાબ એનઆરઆઇને ખેતીની જમીન ખરીદવાની પરવાનગીના પક્ષમાં

પંજાબ અને કેરળ સાથે મળીને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરશે

Tuesday 13th August 2024 11:56 EDT
 

નવી દિલ્હીઃ  ભારતના પંજાબ રાજ્યમાં એનઆરઆઇને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી આપવાની કવાયત હાથ ધરાઇ છે. આ માટે પંજાબ સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરશે. રાજ્યના એનઆરઆઇ બાબતોના મંત્રી કુલદીપ ધાલિવાલે આ માટે કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે મુલાકાત કરી હતી કારણ કે આ મહત્વનો મુદ્દો બંને રાજ્યોના એનઆરઆઇને અસર કરી રહ્યો છે.

ધાલિવાલે જણાવ્યું હતું કે, એનઆરઆઇને લાભ માટે નીતિવિષયક બદલાવ લાવવા બંને રાજ્ય કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવશે. તેમણે ભારતીય મિશનોમાં પ્રાદેશિક ભાષાના જાણકાર કર્મચારીઓની નિયુક્તિ કરવા પણ ભારત સરકારને અપીલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter