લંડનઃ ભારતના પંજાબના લુધિયાણા નજીકના બીઆરએસ નગરમાં મે 2022માં બહેનના સાસરી પક્ષના બે વ્યક્તિની હત્યા માટે સ્થિત અદાલત દ્વારા બ્રિટિશ નાગરિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
એડિશનલ સેશન્સ જજ અમનદીપ કૌરની અદાલતે બ્રિટિશ નાગરિક 39 વર્ષીય ચરણજિત સિંહને 4 મે 2022ના રોજ સુખદેવ સિંહ અને તેમના પત્ની ગુરમીત કૌરની હત્યા માટે આજીવન કેદની સજા ફટકારી હતી. તેણે કોઇપણ છૂટછાટ વિના આખું જીવન જેલમાં વીતાવવું પડશે.
ચરણજિતનો જન્મ અને ઉછેર લંડનમાં થયો હતો અને તેણે ગિલ્ડહોલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. પોતાની બહેન સનપ્રીત કૌર સાથે તેના સાસરિયા દુર્વ્યવહાર કરતા હોવાની જાણ થતાં તે રોષે ભરાયો હતો. સનપ્રીતનું લગ્ન મૃતક દંપતીના પુત્ર જગમોહન સિંહ સાથે થયું હતું અને તેની સાથે સ્કોટલેન્ડના એડિનબરોમાં રહેતી હતી.

