પંજાબી ફાર્માસિસ્ટ બાલકીત ખાઈરાને દવાઓના બ્લેક માર્કેટિંગ બદલ સજા

Wednesday 01st December 2021 05:10 EST
 
 

લંડનઃ પ્રીસ્ક્રિપ્શન ડ્રગ્સને બ્લેક માર્કેટ ડીલર્સને વેચવાના ગુનાસર ભારતીય મૂળના પંજાબી ફાર્માસિસ્ટ બાલકીત ખાઈરાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ફેબ્રુઆરીમાં ૧૨ મહિનાની જેલની સજા ફરમાવી હતી અને GPC રજિસ્ટરમાંથી તેનું નામ કમી કરાયું હતું. પોતાની માતાનો બિઝનેસ ખાઈરા ફાર્મસી ચલાવતા બાલકીતે એક મિલિયન પાઉન્ડની દવાઓ બ્લેક માર્કેટમાં વેચી હતી.

હવે જનરલ ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ (GPC) દ્વારા પ્રેક્ટિસ કરવાની ખાઈરાની યોગ્યતા ખરાબ હોવાનું તેમજ તેણે પ્રોફેશનલ ધારાધોરણોનો ભંગ કર્યાનું ઠરાવી તેને GPC રજિસ્ટરમાંથી દૂર કર્યો હતો. પેનલના રિપોર્ટમાં જણાવાયું હતું કે ખાઈરાએ સલામત સપ્લાય ચેઈનમાંથી ૨૯,૦૦૦ પેકેટ્સથી વધુ અંકુશિત દવાઓનો વિશાળ જથ્થો અન્યત્ર ફેરવ્યો હતો. તપાસમાં ૮૦૦,૦૦૦ પિલ્સનો હિસાબ નહિ મળતા ખાઈરાએ તેણે આ જથ્થો ડ્રગ ડીલર્સને વેચી દીધાનું જદણાવ્યું હતું.

૩૭ વર્ષના બાલકીત ખાઈરાએ એન્ગ્ઝ્યાઈટી અને અનિદ્રાની સારવાર અથવા પીડાથી રાહત માટે પ્રીસ્ક્રાઈબ કરાતી દવાઓનાં ગેરકાયદે વેપારમાં ૫૯,૦૦૦ પાઉન્ડની વધુની કમાણી કરી હતી. તેને ડ્રગ્સ રેકેટની પૂછપરછ કરાઈ ત્યારે તેણે વેસ્ટ બ્રોમવિચનો આ બિઝનેસ તેની માતાનો હોવાનું જણાવ્યું હતું. ખાઈરાએ ક્લાસ સીની નિયંત્રણ હેઠળની દવાઓનો પુરવઠો પૂરો પાડવાના પાંચ ગુનાની કબૂલાત કરી હતી અને તેને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ફેબ્રુઆરીમાં ૧૨ મહિનાની જેલની સજા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter