પતિને મની લોન્ડરિંગમાં મદદ માટે કુલદીપ બાદેશાને 14 મહિનાની સસ્પેન્ડેડ કેદ

Tuesday 03rd December 2024 10:21 EST
 
 

લંડનઃ પૂર્વ પતિને 3 મિલિયન પાઉન્ડ કરતાં વધુની રકમનું મની લોન્ડરિંગ કરવામાં મદદ કરનાર એચએમઆરસીની પૂર્વ કર્મચારી કુલદીપ બાદેશાને સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ દ્વારા સરકારી કચેરીમાં અશિસ્ત માટે દોષી ઠરાવી 14 મહિનાની કેદ ફટકારવામાં આવી હતી પરંતુ તેની આ સજા 18 મહિના માટે સસ્પેન્ડેડ રહેશે. 2015થી 2018 વચ્ચે 3.3 મિલિયન પાઉન્ડના હવાલા પાડનાર કુલદીપના પૂર્વ પતિ રણબીર સિંહને કોર્ટ દ્વારા 6 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે, કુલદીપે પતિ પ્રત્યેની ભાવનાના કારણે તેને મદદ કરી હતી અને તેમાંથી તેને કોઇ લાભ થયો નહોતો. કુલદીપે પતિને એચએમઆરસીના કેટલાક નકલી દસ્તાવેજ મેળવી આપ્યા હતા પરંતુ તે જાણતી નહોતી કે તેનો શું ઉપયોગ થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter