લંડનઃ યુકેના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રેસિસ્ટ અને ધાર્મિક હેટ ક્રાઇમમાં ગંભીર વધારો થઇ રહ્યો છે. તેના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જરૂર પડે ત્યારે જ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં સમગ્ર દેશના પોલીસ વિભાગોમાં હેટ ક્રાઇમમાં મોટો વધારો જોવા મળ્યો છે. સ્કોટલેન્ડમાં રેસિસ્ટ અને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ધર્મ આધારિત હેટ ક્રાઇમમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ દ્વારા રેકોર્ડ કરાયેલા આંકડા અનુસાર 2024-25માં હેટ ક્રાઇમની 3258 ઘટના નોંધાઇ હતી. 2019-20માં આવા કિસ્સાની સંખ્યા 2827 રહી હતી. રિલિજિયસ હેટ ક્રાઇમની વાત કરીએ તો 2019-20માં 343, 2023-24માં 419 અને 2014-25માં 372 ઘટના નોંધાઇ હતી.
બ્રિટિશ મુસ્લિમ ટ્રસ્ટના અકીલા એહમદે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રેસિસ્ટ અને રિલિજિયસ હેટ ક્રાઇમમાં વધારો જોવા મળી રહ્યો છે. અમે સ્થાનિક સત્તામંડળો, ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ અને કોમ્યુનિટી સેફ્ટી પાર્ટનર્સને તાકિદે અર્થપૂર્ણ પગલાં લેવા અપીલ કરીએ છીએ.


