પબ્સ, રેસ્ટોરાં અને શોપ્સ માટે £૫ બિલિયન કોવિડ ગ્રાન્ટ

Wednesday 10th March 2021 05:59 EST
 
 

લંડનઃ નેશનલ લોકડાઉન નિયંત્રણો હળવાં કરાયા પછી કોરોના મહામારીથી ભારે અસરગ્રસ્ત પબ્સ, રેસ્ટોરાંઝ અને શોપ્સને ખુલવામાં મદદ કરવા ચાન્સેલર સુનાકે ૫ બિલિયન પાઉન્ડની કોવિડ ગ્રાન્ટ જાહેર કરી છે. UKHospitality સંગઠને આ યોજનાને આવકારી છે. ગ્રાન્ટની વહેંચણીની કામગીરી સ્થાનિક ઓથોરિટીઝને સોંપાશે અને તેમને એપ્રિલમાં ભંડોળ મળશે.

બિનઆવશ્યક રીટેઈલર્સ ફરી દુકાનો ખોલી સલામતપણે વેપાર કરે તેમાં મદદ કરવાના આશયની આ ‘રિસ્ટાર્ટ ગ્રાન્ટ’ પ્રીમાઈસીસ દીઠ ૬,૦૦૦ પાઉન્ડ સુધી મળી શકશે. લોકડાઉન હળવું કરવાની યોજના અંતર્ગત સૌથી છેલ્લે ખુલનારા હોસ્પિટાલિટી, હોટ્લ્સ, જીમ્સ તેમજ પર્સનલ કેર અને લેઈઝર બિઝનેસીસને પ્રીમાઈસીસ દીઠ ૧૮,૦૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ મળી શકશે. ટ્રેઝરીના અંદાજ અનુસાર ઊંચા બેન્ડ માટે ૨૩૦,૦૦૦ ફર્મ્સ લાયક હશે જેમને તેમની રેટેબલ વેલ્યુ મુજબ ગ્રાન્ટ મળશે. આ ઉપરાંત, ૪૫૦,૦૦૦ શોપ્સ પણ અરજી કરવાને લાયક રહેશે.

પાંચ બિલિયન પાઉન્ડની રિસ્ટાર્ટ ગ્રાન્ટ્સ મુખ્યત્વે ઈંગ્લેન્ડ માટે છે પરંતુ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડને પણ બાર્નેટ ફોર્મ્યુલા હેઠળના ભંડોળમાં વધારાના ૭૯૪ મિલિયન પાઉન્ડનું ફંડ અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter