પરમેનેન્ટ રેસિડેન્સી માટે માઇગ્રન્ટ્સ દ્વારા ઘરેલુ હિંસાના ખોટા દાવા કરાતા હોવાનો આરોપ

Tuesday 21st April 2026 12:06 EDT
 

લંડનઃ યુકેમાં રહેવા માટે માઇગ્રન્ટ્સ દ્વારા ઘરેલુ હિંસાના ખોટા દાવા કરાતા હોવાનું બીબીસીની તપાસમાં સામે આવ્યું છે. ઘરેલુ હિંસાના સાચા પીડિતોને અસાયલમ સહિતના અન્ય રૂટ કરતાં ઝડપથી યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સી પ્રાપ્ત થાય તે માટે સરકાર દ્વારા જે નિયમો લાગુ કરાયા છે તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હોમ ઓફિસ દ્વારા અપુરતી ચકાસણી થતી હોવાના કારણે તેઓ નજીવા પુરાવા આપીને સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યાં છે. તેમના આ ખોટા આરોપોના કારણે તેમના બ્રિટિશ પાર્ટનરોના જીવનો બરબાદ થઇ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter