પરિવારને વિઝા માટે ભલામણ કરનાર એનફિલ્ડના પૂર્વ મેયરને માફી માગવી પડી

Tuesday 25th November 2025 08:35 EST
 

લંડનઃ એન્ફિલ્ડનાપૂર્વ મેયર મોહમ્મદ ઇસ્લામને પરિવારજનો અને મિત્રોની વિઝા અરજીઓના સમર્થનમાં પત્રો લખવા માટે કાઉન્સિલની માફી માગવી પડી છે. સ્વતંત્ર કાઉન્સિલર એવા મોહમ્મદ ઇસ્લામને હોદ્દા પર રહીને વિવાદ સર્જવા માટે પ્રતિબંધ મૂકાયા બાદ મેયરપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. કાઉન્સિલની કન્ડક્ટ કમિટીએ ઇસ્લામને લેખિતમાં માફી માગવા, આચાર સંહિતાની તાલીમ લેવા અને પૂર્વ મેયરનો બેજ નહીં પહેરવા આદેશ આપ્યો હતો. મેયરોને ઇમિગ્રેશન સત્તાવાળાઓ સમક્ષ પોતાના અંગત વ્યક્તિઓ માટે ભલામણ કરવાની પરવાનગી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter