લંડનઃ બ્રિટનના ઇન્સ્ટિટ્યુટ ફોર ધ ઇમ્પેક્ટ ઓફ ડેથ એન્ડ લાઇફના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પર્યાવરણની સુરક્ષાના મામલામાં બ્રિટનનો હિન્દુ સમુદાય અન્ય સમુદાયોની તુલનામાં વધુ સક્રિય છે. હિન્દુ ધર્મમાં સંપુર્ણ અસ્તિત્વના પરસ્પર જોડાણની અવધારણા છે અને તે પર્યાવરણીય નૈતિકતાને જન્મ આપે છે. હિન્દુઓ પ્રકૃતિને સંસાધન નહીં પરંતુ પવિત્ર તત્વ માને છે.
રિસર્ચર એમેન્ડા મુર્જાનના જણાવ્યા અનુસાર હિન્દુઓ માને છે કે સમગ્ર કુદરતામાં ઇશ્વરનો વાસ છે. આ માન્યતાથી પર્યાવરણની જાળવણીની જવાબદારી વધે છે. અભ્યાસ અનુસાર 64 ટકા હિન્દુ ઇકોસિસ્ટમને પુનર્જિવિત કરવાના પ્રયાસોમાં સામેલ છે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે 78 ટકા હિન્દુ આદત બદલે છે. 44 ટકા હિન્દુ પર્યાવરણની જાળવણી કરતા સંગઠનો સાથે સંકળાયેલા છે. આ અભ્યાસમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયો પર્યાવરણ પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે તેનું વિશ્લેષણ કરાયું હતું.
અભ્યાસ અનુસાર 82 ટકા ખ્રિસ્તી ધર્મને પર્યાવરણ સુરક્ષા સાથે જોડે છે પરંતુ પર્યાવરણની સુરક્ષામાં તેમનું યોગદાન ઓછું છે. 31 ટકા ખ્રિસ્તી તો ક્લાઇમેટ ચેન્જને જ નકારે છે. 92 ટકા મુસ્લિમ અને 82 ટકા ખ્રિસ્તી માને છે કે ધર્મ પર્યાવરણની જાળવણીની જવાબદારી આપે છે. જોકે તેમના વિચાર અને વ્યવહાર વચ્ચે કોઇ સામ્યતા દેખાતી નથી.
સ્ટડી મુજબ, 82% ખ્રિસ્તીધર્મને પર્યાવરણ સુરક્ષા સાથે જોડે છે, પરંતુ તેમનું સુરક્ષા સંબંધી કા સૌથી ઓછું છે. 31% ખ્રિસ્તી જળવાયુ પરિવર્તનને જ નકારે છે, જે કોઈ પણ ધાર્મિક સમૂહમાં સૌથી વધુ છે. 92% મુસ્લિમ અને 82% ખ્રિસ્તી માને છે કે તેમનો ધર્મ પર્યાવરણની દેખભાળ કરવાની જવાબદારી આપે છે.
હિન્દુ ધર્મ-કર્મ પર આધારિત છે. હિન્દુઓની માન્યતા છે કે આ જીવનમાં આપણે જે કરીએ છીએ, તેની અસર આવતા જન્મ પર પડે છે. સારા કર્મથી ખરાબ કર્મ દૂર થાય છે અને આવતો જન્મ સારો હોય છે. બ્રિટિશ હિન્દુ બંસરી રૂપારેલ કહે છે, હું પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતી. વસ્તુઓ ઈકોફ્રેન્ડલી જ લઉં છું. નાના-નાના પગલાં જ મોટું પરિવર્તન લાવે છે. 46 ટકા હિન્દુ યુવા ઈશ્વરને પર્યાવરણવિદના રૂપમાં જુએ છે, જ્યારે 65 વર્ષથી વધુ ઉંમરવાળા 17% લોકો આવું માને છે. જનરેશન ઝી પર્યાવરણને લઈને વધુ સજાગ છે. તેઓ જોબ ઈન્ટરવ્યૂમાં કંપનીનું કાર્બન ફૂટપ્રિન્ટ પૂછે છે. હિન્દુ ધર્મ શીખવાડે છે કે તેઓ પોતાને ઈકોસિસ્ટમનો હિસ્સો માને અને આ સંબંધનું સન્માન કરીને કામ કરે. પ્રકૃતિ મનુષ્યના શરીરનું પ્રતિબિંબ છે.
હિન્દુ પર્યાવરણ માટે કંઇ કરી રહ્યા છે. શાકાહાર પણ અપનાવી રહ્યા છેઃ વિશ્લેષણ
હિન્દુ ધર્મમાં પર્યાવરણનું વિશેષ મહત્ત્વ છે. આયુર્વેદ પણ પર્યાવરણ અને શરીરનો પરસ્પર સંબંધ દર્શાવે છે. હિન્દુ પરંપરા અનુસાર સૂર્યાસ્ત બાદ ફુલ-પત્તા તોડી શકાય નહીં કારણ કે ત્યારે એ વિશ્રામ અવસ્થામાં હોય છે. ફુલ તોડતી વખતે પણ મનમાં મંજૂરી માંગે છે. મોટાભાગના હિન્દુ પર્યાવરણ માટે કંઈને કંઈ કરી રહ્યા છે. તેમાં શાકાહારી બનવાની સાથે પવિત્ર પશુઓનું સન્માન પણ સામેલ છે. ત્યાં સુધી કે નાગને પણ પૂજનીય માનવામાં આવે છે.