પર્યાવરણની જાળવણી માટે પ્રિન્સ વિલિયમે ઇ-સ્કૂટરનો ઉપયોગ શરૂ કર્યો

Tuesday 25th July 2023 12:12 EDT
 
 

લંડનઃ 655 એકરમાં પથરાયેલી વિન્ડસર એસ્ટેટમાં ફરવા માટે પ્રિન્સ વિલિયમ ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરી રહ્યાં છે. ટૂંકા અંતરે જવા માટે પ્રિન્સ ઓફ વેલ્સે પોતાની પ્રિય એવી મોટર સાઇકલોનો ત્યાગ કરીને ઇકો ફ્રેન્ડલી સ્કૂટરનો ઉપયોગ શરૂ કર્યો છે. પ્રિન્સ ઓફ વેલ્સ તેમના પરિવાર સાથે એડિલેડ કોટેજ ખાતે રહે છે. કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરવાની હોય તો પણ તેઓ વિન્ડસર કેસલ જવા માટે બેથી 3 માઇલનું અંતર ઇ-સ્કૂટર દ્વારા જ કાપે છે. પ્રિન્સ વિલિયમને મોટર સાઇકલનો ઘણો શોખ છે. તેઓ કહે છે કે હું હવે 3 બાળકનો પિતા છું તેથી મારે મારા શોખ પર કાબૂ રાખવો જોઇએ. મને લાંબા અંતર સુધી બાઇકિંગ કરવાનું ઘણું પસંદ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter