લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં આયોજિત વર્લ્ડ લીડર્સ કોન્કલેવ એન્ડ એવોર્ડ્સ 2025માં અર્થનેસ્ટના ડિરેક્ટર નિધિ કરને વિમેન એન્ટ્રપ્રિનિયર ઇન સસ્ટેનિબિલિટી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. નામાંકિત બ્રિટિશ બિઝનેસપર્સન અને રાજકારણી લોર્ડ ડેવિડ ઇવાન્સે નિધિને આ પુરસ્કાર આપ્યો હતો. પર્યાવરણ અંગેના સંશોધનો અને ઇકો ફ્રેન્ડલી સમાધાનો વિકસાવવામાં નેતૃત્વ કરવા માટે નિધીને આ સન્માન અપાયું છે. નિધિ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ધારક છે અને ગ્લોબલ સ્પોર્ટિંગ ઇવેન્ટમાં તેમની સિદ્ધીના કારણે યુનિસેફને પોલિયોની રસી દાન કરી શકાઇ હતી.
આ સમારોહમાં અગ્રણી વર્લ્ડ લીડર્સ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને પોલિસી મેકર્સ હાજર રહ્યાં હતાં. નિધિ કર જાણીતા પર્યાવરણવિદ્દ છે અને તેમની પ્રતિબદ્ધતાએ વિશ્વ પર નોંધપાત્ર અસરો સર્જી છે. અર્થનેસ્ટ સાથેની તેમની કામગીરીએ પર્યાવરણની સુરક્ષા માટે અસંખ્ય વ્યક્તિ અને સંસ્થાને પગલાં લેવા પ્રેરણા આપી છે.