લંડનઃ વિન્ડસર કેસલના સ્ટેટ એપોર્ટમેન્ટ્સ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં સેન્ટ જ્યોર્જ હોલ ખાતે 350 કરતાં વધુ મહેમાન હાજર રહ્યાં હતાં. કિંગના ધાર્મિક વૈવિધ્યતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસ અંતર્ગત આ ઇફતારનું આયોજન કરાયું હતું. એજવેર રોડ પર માર્બલ આર્ચ લંડન બીઆઇડી અને પોર્ટમેન એસ્ટેટ દ્વારા ક્રેસેન્ટ મૂન ડિસ્પ્લે સહિત લાઇટિંગથી એજવેર રોડને શણગારવામાં આવ્યો છે. 30 માર્ચ 2025 સુધી આ રોશની ઝગમગતી રહેશે. આ સમયગાળામાં સ્થાનિક સમુદાયોના હજારો લોકો એજવેર રોડ પર ઇફતારી કરવા અને ઇદ ઉલ ફિત્રની ઉજવણી માટે એકઠાં મળે છે.