લંડનઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના રિપોર્ટિંગમાં બીબીસીએ ટેરરિસ્ટના બદલે મિલિટન્ટ્સ શબ્દ વાપરતાં ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે. બીબીસી ઇન્ડિયાના વડા જેકી માર્ટિનને પત્ર લખી ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે બીબીસીના રિપોર્ટિંગ પર નજર રાખી રહ્યાં છીએ.
બીબીસી ઇન્ડિયા દ્વારા એક આર્ટિકલ પ્રસિદ્ધ કરાયો હતો જેનું ટાઇટલ હતું, કાશ્મીરમાં ટુરિસ્ટ પર ઘાતકી હુમલા બાદ પાકિસ્તાને ભારતીયોના વિઝા સસ્પેન્ડ કર્યાં. એક સોશિયલ મીડિયા યુઝરે આ વાતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, બીબીસીની હેડલાઇન ગેરમાર્ગે દોરનારી અને ભારતને હત્યારા તરીકે ચીતરનારી છે.