પહેલીવાર કેનેડાની ચલણી નોટ પર કિંગ ચાર્લ્સ

Tuesday 08th September 2026 10:30 EDT
 
 

લંડનઃ કેનેડાએ કિંગ ચાર્લ્સની તસવીર ધરાવતી નવી 20 ડોલરની બેંકનોટનું અનાવરણ કર્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે તેમની તસવીર કોઈ કેનેડિયન બેંકનોટ પર જોવા મળશે, અને છેલ્લા સાત કરતાં વધુ દાયકામાં દેશની નોટો પર રાજાશાહીના ચહેરામાં થયેલો આ પહેલો ફેરફાર છે. બેંક ઓફ કેનેડા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગવર્નર ટિફ મેકલેમ, ગવર્નર જનરલ લુઇસ આર્બર અને સેક્રેટરી ઓફ સ્ટેટ વેન લોંગની હાજરીમાં આ નવી નોટ રજૂ કરવામાં આવી હતી. ગવર્નર મેકલેમે જણાવ્યું હતું કે નવી નોટ ફેબ્રુઆરી 2027 ના અંતથી ધીમે ધીમે ચલણમાં મૂકવામાં આવશે. આ 20 કેનેડિયન ડોલરની નોટ વર્ટિકલ ડિઝાઇન ધરાવે છે. નાગરિક અધિકાર ચળવળના અગ્રણી વિઓલા ડેસ્મંડની તસવીરવાળી 10 ડોલરની નોટ પછી આ પ્રકારની બીજી કેનેડિયન બેંકનોટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter